દબંગ 3 સાતારા, સાંગલીનાં અંતરિયાળ વિસ્તારમાં મોબાઇલ થિયેટર્સ પર લોકોને જોવા મળશે

Published: 21st December, 2019 12:32 IST | Mumbai

મહારાષ્ટ્રનાં અંતરિયાળ વિસ્તારમાં જ્યાં થિયેટર્સની સુવિધા નથી ત્યાં રહેતા લોકોને હવે મોબાઇલ થિયેટર્સ દ્વારા ‘દબંગ 3’ જોવા મળવાની તક મળશે.

દબંગ 3
દબંગ 3

મહારાષ્ટ્રનાં અંતરિયાળ વિસ્તારમાં જ્યાં થિયેટર્સની સુવિધા નથી ત્યાં રહેતા લોકોને હવે મોબાઇલ થિયેટર્સ દ્વારા ‘દબંગ 3’ જોવા મળવાની તક મળશે. મોબાઇલ ડિજિટલ મૂવી થિયેટર ટૅક્નોલોજી દ્વારા લોકોને ફિલ્મ જોવાનો લ્હાવો મળવાનો છે. પિક્ચર ટાઇમ ડિજિપ્લેકસ નામની મોબાઇલ થિયેટર કંપની આ સગવડ આપી રહી છે. એક દિવસમાં ‘દબંગ 3’નાં ત્રણથી ચાર શો દેખાડવામાં આવશે. સાથે જ ફિલ્મ જોવા આવનારા લોકોને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોતા હોય એવો અનુભવ પણ આપવામાં આવશે. ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન, સુદીપ કિચ્ચા અને મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર જોવા મળી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK