દબંગ 3ને ક્રિટિક્સ માટે બનાવવામાં આવી છે: સલમાન ખાન

Published: Oct 25, 2019, 10:35 IST | મુંબઈ

ફિલ્મી પંડિતોની મસ્તી કરતાં સલમાન ખાને કહ્યું...

સલમાન ખાન
સલમાન ખાન

સલમાન ખાને બુધવારે ‘દબંગ 3’ની ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં ક્રિટીક્સની ઠેકડી ઉડાડી હતી. સલમાનની ‘ટ્યુબલાઇટ’ અને ‘રેસ 3’ને ક્રિટીક્સે વખોડી કાઢી હતી. આથી તેની ‘દબંગ 3’ને લઈને સલમાને કહ્યું હતું કે ‘મેં આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે એથી હું ઇચ્છું છું કે દરેક ક્રિટીક્સ આ ફિલ્મની ટીકા કરે. આ ફિલ્મ ફક્ત ક્રિટીક્સ માટે જ છે. જો કોઈ ફિલ્મની ટીકા થઈ રહી હોય તો એ ફક્ત મુંબઈમાં જ નહીં, પરંતુ ચેન્નાઈ અને બૅન્ગલોર સહિત ભારતભરમાં થવી જોઈએ. જો ફિલ્મના લોકો વખાણ કરી રહ્યાં હોય તો એ પણ સમગ્ર ઇન્ડિયામાં થવી જોઈએ.’

જોકે આગમાં ઘી પૂરવાનું કામ સોનાક્ષી સિંહાએ કર્યું હતું. આ વિશે સોનાક્ષીએ કહ્યું હતું કે ક્રિટીક્સ દ્વારા જે પણ ફિલ્મની ખૂબ જ નિંદા કરવામાં આવે છે એ બૉક્સ-ઑફિસ પર સુપર-ડુપર હિટ રહે છે.

આ પણ વાંચો : કોપ-ઍક્શન ડ્રામા ફિલ્મ વિશે સલમાને કહ્યું, વૉન્ટેડનો પણ બાપ છે રાધે

સાઉથમાં દબંગ 3 વધુ બિઝનેસ કરશે એવી આશા છે સલમાનને

‘દબંગ 3’ સાઉથમાં ખૂબ જ સારો બિઝનેસ કરે એવી સલમાન ખાનને આશા છે. ૨૦ ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મને હિન્દીની સાથે તેલુગુ, તામિલ અને કન્નડા ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી રહી છે. આ વિશે સલમાન ખાને કહ્યું હતું કે ‘અમે ‘પ્રેમ રતન ધન પાયો’ની સાથે અન્ય ઘણી ફિલ્મોને સાઉથમાં રિલીઝ કરી હતી, પરંતુ એ ફિલ્મો એક અથવા તો બે કરોડ રૂપિયાનો જ બિઝનેસ કર્યો. જોકે ‘દબંગ 3’માં હીરોઇઝમની અને લાર્જર-ધેન-લાઇફની વાત કરવામાં આવી છે જેની પાછળ સાઉથ પાગલ છે. આપણે તેમની ‘બાહુબલી’, ‘કે.જી.એફ.’ અને ‘સે રા નરસિંહા રેડ્ડી’ જેવી ફિલ્મોનો સ્વીકાર કર્યો છે. આ ફિલ્મો અહીં ખૂબ જ સફળ રહી છે. મને લાગે છે કે તેઓ તેમની ફિલ્મ અહીં રિલીઝ કરવા માટે તૈયાર છે અને મને આશા છે કે આપણી ફિલ્મો પણ ત્યાં હવે સારો બિઝનેસ કરશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK