હૈવાનની જગ્યાએ હવે ડાયન આવશે!

Published: Feb 17, 2020, 15:33 IST | Ahmedabad

અગાઉ ઍન્ડ ટીવી પર આવતો શો ડાયન હવે ઝી ટીવી પર હૈવાનની જગ્યાએ પ્રસારિત થશે. આ બંને સુપરનૅચરલ શો એકતા કપૂરના છે

ડાયન
ડાયન

ઝી ટીવી પર ‘સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સ ૨૦૨૦’ ઉપરાંત અન્ય નવા શો પણ શરૂ થવાના છે ત્યારે પ્રોગ્રામના ટાઈમ-ટેબલમાં ફેરફાર થઈ રહ્યા છે. ‘સા રે ગા મા પા’ ઝી ટીવીનો એક પ્રોમિસિંગ રિયલિટી શો છે જે ચેનલને ટીઆરપી ચાર્ટ પર લઈ જાય છે. ૨૯મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા ‘સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સ’માં અલ્કા યાજ્ઞિક, કુમાર સાનુ અને ઉદિત નારાયણ જેવા દિગ્ગજ ગાયકો જજની કમાન સંભાળશે ત્યારે આ શોથી મેકર્સને ઘણી અપેક્ષા છે. તો ફિક્શન જોનરમાં પણ કેટલાક ફેરફાર થવાના છે.

એકતા કપૂરનો સુપરનેચરલ શો ‘હૈવાન: ધ મોન્સ્ટર’ ૧૬મી ફેબ્રુઆરીથી બંધ થવાનો છે અને તેની જગ્યાએ ‘ડાયન’ નામનો શો ચાલુ થશે. ‘ડાયન’ પણ એકતા કપૂરનો જ સુપરનેચરલ શો છે જે અગાઉ એન્ડ ટીવી પર પ્રસારિત થતો હતો અને હવે ઝી ટીવી પર જોવા મળશે. આ શોની પૃષ્ઠભૂમિ અને કાસ્ટ એ જ રાખવામાં આવ્યા છે. ‘હૈવાન’માં રિદ્ધિમા પંડિત, પરમ સિંહ અને અંકિત મોહન જેવા કલાકારો છે તો ‘ડાયન’માં ટીના દત્તા, મોહિત મલ્હોત્રા, પ્રિયા બઠીજા, પવિત્ર પુનિયા, આશકા ગોરડિયા સહિતના કલાકારો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK