Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > D કંપનીમાં ગૅન્ગસ્ટરિઝમના બાપ દાઉદ ઇબ્રાહિમની સ્ટોરી: રામગોપાલ વર્મા

D કંપનીમાં ગૅન્ગસ્ટરિઝમના બાપ દાઉદ ઇબ્રાહિમની સ્ટોરી: રામગોપાલ વર્મા

24 January, 2021 02:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

D કંપનીમાં ગૅન્ગસ્ટરિઝમના બાપ દાઉદ ઇબ્રાહિમની સ્ટોરી: રામગોપાલ વર્મા

D કંપનીનું પોસ્ટર

D કંપનીનું પોસ્ટર


ફિલ્મમેકર રામગોપાલ વર્માએ જણાવ્યું છે કે ‘મારી ‘D કંપની’ અન્ય ગૅન્ગસ્ટર ફિલ્મોની સરખામણીએ ચડિયાતી સાબિત થશે. આ ફિલ્મ મુંબઈની D કંપની પર આધારિત છે. દાઉદના ભયના ઓથાર હેઠળ લોકો કઈ રીતે રહેતા હતા એ વિશે પણ એમાં દેખાડવામાં આવશે. આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો ફર્સ્ટ લુક ટ્વિટર પર શૅર કરીને રામગોપાલ વર્માએ ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘D કંપની’ અન્ય ગૅન્ગસ્ટર ફિલ્મોથી ચડિયાતી સાબિત થવાની છે, કારણ કે એમાં ગૅન્ગસ્ટરિઝમના બાપ દાઉદ ઇબ્રાહિમની સ્ટોરી દેખાડવામાં આવશે. અહીં ‘D કંપની’ના ફર્સ્ટ લુક ટીઝર છે, જેમાં અન્ડરવર્લ્ડની મહાભારત છે. ફિલ્મને સ્પાર્ક પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં દાઉદ ઇબ્રાહિમના બિલ ગેટ્સ જેવા વિઝનની સ્ટોરી દેખાડવામાં આવશે. જેમાં ગલીની ગૅન્ગમાંથી તેણે કેવી રીતે ઇન્ટરનૅશનલ ઓર્ગેનાઇઝેશન બનાવ્યું એના પર પ્રકાશ પાડવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2021 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK