Corona Effect: કોઈ સૅલેબ્સે ગ્રાન્ડ બર્થ-ડે પાર્ટી તો કોઈએ વિદેશ ટ્રિપ કરી કૅન્સલ

Updated: Mar 16, 2020, 15:30 IST | IANS | Mumbai

કોરોના વાઇરસના ભયથી અમિત સાધે કોરોનાને જોતાં ન્યુ યૉર્કની ટ્રિપ કૅન્સલ કરી તો બીજી બાજુ તુલસી કુમારે ગ્રૅન્ડ બર્થ-ડે પાર્ટી કૅન્સલ કરી. તો અમિતાભ બચ્ચને ​ફૅન્સને મળવાની મીટિંગ કૅન્સલ કરી હોવા છતાં ચાહકો તેમના ઘરની બહાર ભેગા થયા હતા.

અમિત સાધ, તુલસી કુમાર, અમિતાભ બચ્ચન
અમિત સાધ, તુલસી કુમાર, અમિતાભ બચ્ચન

કોરોના વાઇરસના ભયથી સૅલેબ્સે મિટિંગ, બર્થ-ડે પાર્ટી, વિદેશ ટ્રિપ અનેક વસ્તુઓ કૅન્સલ કરી રહ્યાં છે. આવો જોઈએ કયા સૅલેબ્સે શું કર્યું કૅન્સલ...

અમિત સાધે કોરોનાને જોતાં ન્યુ યૉર્કની ટ્રિપ કૅન્સલ કરી

બીજી બાજુ અમિત સાધે કોરોના વાઇરસને કારણે ન્યુ યૉર્કની ટ્રિપ કૅન્સલ કરી છે. તે ન્યુ યૉર્કમાં બે મહિના માટે ઍક્ટિંગ વર્કશૉપમાં સામેલ થવાનો હતો. અમિતના પ્રોજેક્ટની વાત કરીએ તો તે વેબ-શો ‘બ્રીધ’માં જોવા મળશે. સાથે જ તેની ડિજિટલ સિરીઝ ‘અવરોધ’ પણ લૉન્ચ થવાને આરે છે. ન્યુ યૉર્ક ટ્રિપ વિશે જણાવતાં અમિત સાધે કહ્યું હતું કે ‘હું આ ટ્રિપને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો, પરંતુ હેલ્થ પણ જરૂરી છે. પ્રવાસ કરવો વધુ મુશ્કેલ બની જાય એના કરતાં તો હું મારા દેશમાં જ રહેવા માગું છું. આ રોગચાળા પર કાબૂ મેળવવામાં કેટલો સમય લાગશે એ જાણી શકાશે નહીં. મને લાગે છે કે હાલના સમયમાં સૌના માટે જવાબદારી ભર્યું કામ એ જ રહેશે કે સાવચેતીનું અનુકરણ કરવામાં આવે.’

તુલસી કુમારે ગ્રૅન્ડ બર્થ-ડે પાર્ટી કૅન્સલ કરી

સિંગર તુલસી કુમારે હાલમાં ફેલાયેલા કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને ગઈ કાલે તેની ગ્રૅન્ડ બર્થ-ડે પાર્ટી કૅન્સલ કરી હતી. તે ગઈ કાલે ૩૪ વર્ષની થઈ હતી. તેણે અનેક ગીતો ગાઈને લોકોને મંત્રમુગ્ધ કર્યાં છે. તેણે નેહા કક્કર સાથે ‘બાટલા હાઉસ’નું ‘ઓ સાકી સાકી’, ‘પતિ, પત્ની ઔર વોહ’માં મિકા સિંહ સાથે ‘અંખિયોં સે ગોલી મારે’ અને ‘બાગી 3’માં શાન અને કે. કે. સાથે ‘દસ બહાને’ ગીત ગાયાં હતાં. બર્થ-ડે વિશે જણાવતાં તુલસી કુમારે કહ્યું હતું કે ‘મારા માટે બર્થ-ડે સેલિબ્રેશન્સ માટે મોટી પાર્ટીનું આયોજન કરવું જરૂરી નથી. મારા માટે તો ફૅમિલી અને નજીકના ફ્રેન્ડ્સ સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરવું અગત્યનું છે. આ વર્ષે હું મારી ફૅમિલી સાથે ડિનર પર જઈશ. હું કોઈ પણ પ્રકારની ભીડને જમા કરવા નથી માગતી. કોરોના વાઇરસને કારણે હું કંઈ પણ મોટા પાયે કરવા નથી માગતી. હાલની સ્થિતિ ખૂબ ગંભીર છે. એથી મોટી ભીડ જમા ન કરવી એ જ હિતાવહ રહેશે. હું ફૅમિલી સાથે ઘરે સાથે જમીશ. આ વર્ષની બર્થ-ડે સેલિબ્રેશનની આ આઇડિયા મારી જ છે. આશા રાખું છું કે વહેલાસર સ્થિતિ સામાન્ય બની જાય.’

અમિતાભ બચ્ચને ફૅન્સને મળવાની મીટિંગ કૅન્સલ કરી  

Fans waiting Outside Jalsa

(તસવીર : સતેજ શિંદે)

દર રવિવારે અમિતાભ બચ્ચનના ફૅન્સ તેમની એક ઝલક જોવા માટે તેમના બંગલા ‘જલસા’ની બહાર ભેગા થાય છે. કોરોના વાઇરસને કન્ટ્રોલમાં રાખવા અને એ વધુ ન ફેલાય એ માટે અમિતાભ બચ્ચને તેમના ફૅન્સને મળવાનો કાર્યક્રમ કૅન્સલ કર્યો હતો. એ વિશેની માહિતી ટ્‍‍વિટર પર આપતાં અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘મારા બધા ફૅન્સ અને શુભચિંતકોને નમ્ર વિનંતી છે કે આજે ‘જલસા’ના ગેટ બહાર ‘સન્ડે મીટ’ માટે એકઠા થતા નહીં. સાવચેતી રાખો અને સલામત રહો.’  અમિતાભ બચ્ચને ફૅન્સને મળવાની મીટિંગ કૅન્સલ કરી હોવા છતાં ચાહકો તેમના ઘરની બહાર ભેગા થયા હતા. પોલીસે તેમને ગેટથી દૂર રહેવા કહ્યું તો તેઓ રસ્તાની સામે પાર જઈને ઊભા રહી ગયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK