બોલીવુડમાં ડ્રગ્સ લઈ રહ્યા હોવાના કંગનાના આરોપની નિંદા કરી અનુપ સોનીએ
અનુપ સોની
કંગના રનોટે હાલમાં જ કહ્યું હતું કે 99 ટકા લોકો બૉલીવુડમાં ડ્રગ્સ લઈ રહ્યા છે અને એ આરોપની અનુપ સોનીએ નિંદા કરી છે. ‘ક્રાઇમ પૅટ્રોલ’ માટે જાણીતા અનુપ સોનીએ કંગનાનું નામ નથી લીધું, પરંતુ આડકતરી રીતે તેની ઝાટકણી કાઢી છે. આ વિશે અનુપ સોનીએ ટ્વીટ કર્યું હતું કે ‘કોઈ પણ વ્યક્તિને લાગતું હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 90 ટકા લોકો ડ્રગ્સ લે છે તો તેમણે આવી ખરાબ ઇન્ડસ્ટ્રીમાં ન રહેવું જોઈએ અને ખૂબ જ અદ્ભુત અને ગંગા સે ભી જ્યાદા પવિત્ર ઇન્ડસ્ટ્રીઝને જૉઇન કરી લેવી જોઈએ. કદાચ રાજનીતિ. ફિલ્મ ઇન્ડસ્ટ્રી કંઈ છ-સાત લોકો પૂરતી નથી. એમાં લાખો લોકો, ઍક્ટર્સ, ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, સિનેમૅટોગ્રાફર્સ, એડિટર્સ, સિંગર્સ, મ્યુઝિક ડિરેક્ટર્સ, લિરિસિસ્ટ, આર્ટ ડિરેક્ટર્સ, કૉસ્ચ્યુમ ડિઝાઇનર્સ, મેકઅપ મેન, હેરસ્ટાઇલિસ્ટ, લાઇટમેન અને સેટ કન્સ્ટ્રક્ટર્સ જેવા ઘણા લોકો હોય છે.’