Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'ક્રાઈમ પેટ્રોલ' ફેમ અભિનેતા શાફિક અન્સારી કેન્સર સામેની જંગમા હારી ગયા

'ક્રાઈમ પેટ્રોલ' ફેમ અભિનેતા શાફિક અન્સારી કેન્સર સામેની જંગમા હારી ગયા

12 May, 2020 11:53 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

'ક્રાઈમ પેટ્રોલ' ફેમ અભિનેતા શાફિક અન્સારી કેન્સર સામેની જંગમા હારી ગયા

તસવીર સૌજન્ય: સોશ્યલ મિડિયા

તસવીર સૌજન્ય: સોશ્યલ મિડિયા


એન્ટરટેઈનમેન્ટ ઈન્ડ્રસ્ટીને જાણે કોઈની નજર લાગી ગઈ છે કે શું?! એક ફછી એક ઝટકા લાગી રહ્યાં છે. કેન્સરને લીધે પહેલા ઈરફાન ખાન અને પછી ઋષિ કપૂરનું મૃત્યુ થયું. હવે કેન્સરને લીધે વધુ એક અભિનેતાનું મૃત્યુ થયું છે. ટેલિવિઝન ક્ષેત્રમાં અભિનય કરતા અભિનેતા શાકિફ અન્સારીનું કેન્સરને લીધે મૃત્યુ થયું છે. 'ક્રાઈમ પેટ્રોલ' ફેમ અભિનેતાએ રવિવારે છેલ્લા શ્વાસ લીધા હતા.

52 વર્ષીય શાકિફ મુંબઈના મદનપુરા વિસ્તારમાં ત્રણ દિકરી, પત્ની અને માતા સાથે રહેતા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ પેટના કેન્સરથી પિડાતા હતા. કેટલાક મહિનાઓ પહેલા ફેફસામાં પણ ઈન્પેકશન થઈ ગયું હતું. છેલ્લા ઘના સમયથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી અને તેઓ પંપનો સહારો લેતા. કેન્સરથી પિડાતા હોવાને લીધે તેમને ઘણા સમયથી કામ પણ મળતું નહોતું અને ઘરમા તેઓ એકમાત્ર કમાતા સભ્ય હોવાથી આર્થિક મુશ્કેલીઓનો સામાનો પણ કરવો પડતો હતો. એટલે તેમના મિત્રોએ ફેસબુક પર શાકિફના નામનું એક પેજ બનાવ્યું હતું અને કેન્સરની સારવાર માટે તેના પર મદદ માંગતા હતા. સારવાર મટે ડોનેશન ભેગું કર્યું હોવા છતા અભિનેતાનો જીવ બચ્યો નહીં.



મળતી માહિતિ પ્રમાણે, લગભગ છેલ્લા બે વર્ષથી શાફિકની કેન્સરની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે એટલે કે રવિવારે આખો દિવસ તેમની તબિયર સારી હતી. પરંતુ સાંજે 5.30 વગ્યે અચાનક તબિયત બગડી અને પછી તેમનું અવસાન થયું હતું.


શાકિફ જુન 2008થી સિંટા (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિએશન)ના સભ્ય હતા. તેમના નિધન પર સિંટાએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.


શાકિફ અન્સારીએ કરીઅરની શરૂઆત અસિસટન્ટ રાઈટર અને ડાયરેક્ટર તરીકે કરી હતી. ત્યરબાદ તેમણે એક્;ગમાં ઝંપલાવ્યું હતું. ક્રાઈમ પેટ્રોલ સિવાય તેમણે અનેક ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'બાગબાન'માં સ્ક્રિનરાઈટર તરીકેની ભુમિકા પણ નિભાવી છે. જ્યારે રાઈટર તરીકે દોસ્ત, ઈજ્જજતદાર, પ્રતિજ્ઞા, દિલ કા હીરા વગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2020 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK