Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કર્મચારીઓને મદદ કરવા વર્ચ્યુઅલ ડેટ દ્વારા પૈસા ભેગા કરશે વાણી કપૂર

કર્મચારીઓને મદદ કરવા વર્ચ્યુઅલ ડેટ દ્વારા પૈસા ભેગા કરશે વાણી કપૂર

30 May, 2020 08:19 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

કર્મચારીઓને મદદ કરવા વર્ચ્યુઅલ ડેટ દ્વારા પૈસા ભેગા કરશે વાણી કપૂર

કર્મચારીઓને મદદ કરવા વર્ચ્યુઅલ ડેટ દ્વારા પૈસા ભેગા કરશે વાણી કપૂર


રોજિંદું કામ કરીને ખાનારા લોકો અને તેમની ફૅમિલીને મદદ કરવા માટે વાણી કપૂર વર્ચ્યુઅલ ડેટ પર જઈને ફન્ડ ભેગું કરશે. લૉકડાઉનમાં સૌથી વધુ અસર રોજિંદું કામ કરનારી ફૅમિલીઓને થઈ છે. તેમને હાલમાં પૈસાની ખૂબ જ જરૂર છે અને એથી જ અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરના ફૅનકાઇન્ડ દ્વારા વાણી કપૂર પૈસા ભેગા કરશે. આ પહેલાં વિકી કૌશલ અને અર્જુન કપૂર પણ આ રીતે ફન્ડભેગું કરી ચૂક્યા છે.

આ ડેટ વિશેવાત કરતાં વાણી કપૂરે કહ્યું હતું કે ‘માનવી તરીકે આપણાથી શક્ય હોય એટલી વ્યક્તિને આ સમયે આપણે મદદ કરવી જોઈએ. આપણા દેશમાં રોજિંદું કામ કરનાર શ્રમિકો અને તેમની ફૅમિલી માટે મારાથી બનતી હું મદદ કરી રહી છું. હું પાંચ લકી વિનર સાથે વર્ચ્યુઅલ ડેટ કરીશ અને એમાંથી ભેગા કરેલા પૈસા દ્વારા લોકોને મદદ કરીશ.’ આ પૈસા ગિવઇન્ડિયાને જશે જેઓ લોકો સુધી ભોજન પહોંચાડે છે. ભોજનની એક ગરમ ડિશ પાછળ 30 રૂપિયાનો ખર્ચ થાય છે. આ ડિશમાં ભાત, દાળ, રોટલી અને શાકનો સમાવેશ કરવામાં આવશે. ચેન્નઈ, મહારાષ્ટ્ર અને બૅન્ગલોરમાં આ ભોજન પહોંચાડવામાં આવે છે. આ કાર્યમાં એ.ટી.ઈ. ચંદ્ર ફાઉન્ડેશન પણ જોડાયું છે. વાણી આ ડેટ દ્વારા જેટલા પૈસા ભેગા કરશે એના 25 ટકા રૂપિયા આ ફાઉન્ડેશન પણ આપશે.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2020 08:19 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK