Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શટડાઉનથી કામદારોને નુકસાન, મદદ માટે આગળ આવી બોલિવુડની અભિનેત્રીઓ

શટડાઉનથી કામદારોને નુકસાન, મદદ માટે આગળ આવી બોલિવુડની અભિનેત્રીઓ

23 March, 2020 07:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શટડાઉનથી કામદારોને નુકસાન, મદદ માટે આગળ આવી બોલિવુડની અભિનેત્રીઓ

શટડાઉનથી કામદારોને નુકસાન, મદદ માટે આગળ આવી બોલિવુડની અભિનેત્રીઓ


કોરોના વાયરસના વધતા પ્રકોપને લીધે દેશના અનેક શહેરો અને રાજ્યમાં લૉકડાઉન છે. જો ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો શુટિંગ પણ છેલ્લા ઘણા દિવસોથી બંધ છે, એટલે ડેઈલી વેજીસ (રોજી) પર કામ કરતા લોકો આર્થિક સંકટમાં આવી ગયા છે. દરમ્યાન તેમને મદદ કરવા માટે બૉલિવુડ સિંગર ધ્વનિ ભાનુશાલી અને અભિનેત્રી સોનમ કપુર આગળ આવ્યા છે.

ધ્વનિ ભાનુશાલીએ ડેઈલી વેજીસ કામદારોની મદદ માટે ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડયુસર ગિલ્ડ ઑફ ઈન્ડિયાને 55,000 રૂપિયા દાન કર્યા છે. જેથી મજુરોને મદદ થઈ શકે. રવિવારે 22 માર્ચે જ્યારે આખો દેશ જનતા કફર્યુનું પાલન કરી રહ્યો હતો ત્યારે ધ્વનિ ભાનુશાલીએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેને સોશ્યલ મિડિયા પર એક વિડિયો પોસ્ટ કરીને દાન કર્યું હોવાની જાહેરાત કરી હતી. આ વિડિયોમાં તેણે લોકોને પણ દાન કરવાની અપીલ કરી હતી.  




ભાનુશાલી પહેલા અભિનેત્રી સોનમ કપુરે પણ દાન કરવાની અપીલ કરી હતી. પ્રોડયુસર ગિલ્ડ ઑફ ઈન્ડિયાના ટ્વીટને રીટ્વીટ કરીને કહ્યું હતું કે તે અણે તેની ફૅમેલિ પણ દાન કરશે.


લાંબા સમયથી શુટિંગ બંધ હોવાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણું નુકસાન થઈ રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2020 07:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK