Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમે ડૅડીને ત્રણ અઠવાડિયાથી નથી જોયા : સલમાન ખાન

અમે ડૅડીને ત્રણ અઠવાડિયાથી નથી જોયા : સલમાન ખાન

07 April, 2020 06:57 AM IST | Mumbai
Agencies

અમે ડૅડીને ત્રણ અઠવાડિયાથી નથી જોયા : સલમાન ખાન

સલમાન ખાન ભત્રીજા નિર્વાણ ખાન સાથે

સલમાન ખાન ભત્રીજા નિર્વાણ ખાન સાથે


સલમાન ખાને ત્રણ અઠવાડિયાંથી તેના ડૅડી સલીમ ખાનને નથી જોયા અને એથી તે ખૂબ ડરી ગયો છે. સલમાન તેની ફૅમિલી સાથે છેલ્લા ઘણા દિવસોથી તેનાં પનવેલના ફાર્મહાઉસમાં રોકાયો છે. જોકે લૉકડાઉનને કારણે તેઓ ત્યાં અટવાઈ ગયા છે. સલમાને એક વિડિયો શેર કર્યો છે, જેમાં તે સોહેલ ખાનના દીકરા નિર્વાણ સાથે બેઠો છે. વિડિયોમાં તે ‘શોલે’નો ડાયલૉગ જો ડર ગયા સમજો વો મર ગયા બોલી રહ્યો છે. સાથે જ તે એમ પણ કહી રહ્યો છે કે કોરોનાથી ડરવાની જરૂર પણ છે. હાલની સ્થિતિમાં લોકોને તે ઘરે રહેવાની સલાહ આપી રહ્યો છે. એ વિડિયો સલમાને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એ વિડિયોમાં સલમાન કહી રહ્યો છે કે ‘હું સલમાન છું અને આ છે નિર્વાણ. અમે અહીં થોડા દિવસો પહેલાં જ આવ્યા હતા. હજી પણ અમે અહીં જ છીએ. અમે તો ડરી ગયા છીએ. નિર્વાણ સોહેલનો દીકરો છે. તેણે પણ તેના ડૅડીને ત્રણ અઠવાડિયાંથી નથી જોયા. મેં પણ મારા ફાધરને ત્રણ અઠવાડિયાંથી નથી જોયા. અમે અહીં છીએ અને અમારા ફાધર ઘરે એકલા છે. તમને એ ડાયલૉગ યાદ છે, જો ડર ગયા સમજો વો મર ગયા. એ ડાયલૉગ અહીં અપ્લાય નથી થતો. અમે ડરી ગયા છીએ અને બહાદુરીથી અમે કહી રહ્યા છીએ કે અમે ડરી ગયા છીએ. તમે બહાદુર ન બનો, એમાં બહાદુરી દેખાડવાની કોઈ જરૂર નથી. જો ડર ગયા સમજો વો બચ ગયા. એનાથી અનેક લોકો પણ બચી જશે. મૉરલ ઑફ ધ સ્ટોરી કે અમે ડરી ગયા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2020 06:57 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK