Coronavirus : અમિતાભ, અક્ષય સહિત અન્ય 12 કલાકારોએ કરી અપીલ, જુઓ વીડિયો

Published: Mar 21, 2020, 11:45 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

અમિતાભ બચ્ચન, અજય દેવગન, અક્ષય કુમાર, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રણવીર સિંહ, વરુણ ધવન, અર્જુન કપૂર, આલિયા ભટ્ટ, શિલ્પા શેટ્ટી અને આયુષ્માન ખુરાના જેવા કલાકારોએ વાયરસથી સુરક્ષિત રહેવાના ઉપાયો જણાવી રહ્યા છે.

Coronavirus Covid 19 વિરુદ્ધ દેશમાં યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ યુદ્ધમાં બોલીવુજ સેલિબ્રિટીઝ પણ સામેલ છે. સેલેબ એકત્ર થઈને લોકોને કોરોના વિરુદ્ધ જાગૃત કરવાના અભિયાનમાં આગળ આવીને ભાગ લઈ રહ્યા છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી પણ એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે, જેમાં અમિતાભ બચ્ચન, અજય દેવગન, અક્ષય કુમાર, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રણવીર સિંહ, વરુણ ધવન, અર્જુન કપૂર, આલિયા ભટ્ટ, શિલ્પા શેટ્ટી અને આયુષ્માન ખુરાના જેવા કલાકારોએ વાયરસથી સુરક્ષિત રહેવાના ઉપાયો જણાવી રહ્યા છે.

આ વીડિયોને આદિત્ય ઠાકરેએ શૅર કર્યો છે અને તેની સાથે લખ્યું - આ વાયરસ વિરુદ્ધ જંગ છે. હું બધાં નાગરિકોને અપીલ કરું છું કે આ વીડિયો જુઓ અને તેમાં જે જણાવ્યું છે, તેનું પાલન કરવું. આપણામાંથી કેટલાય લોકો વર્ષોથી તેમને ફૉલો કરી રહ્યા છે. આ સમય છે તે જે કહી રહ્યા છે તેને ફૉલો કરીએ.

આ વીડિયોમાં બોલીવુડ સેલિબ્રિટીઝે જે કહ્યું, તે આ છે...

દેશમાં ફેલાતાં કોરોના વાયરસથી અત્યાર સુધી અનેક લોકો સંક્રમિત થયા છે, જેમની સારવાર થઈ રહી છે, પણ આ કેટલાક નિયમોનું પાલન કરવાથી આપણે તેને ફેલાવાથી અટકાવી શકીએ છીએ.

પોતાની વ્યક્તિગત સ્વચ્છતા પર ધ્યાન આપવું. સાબુ અને વહેતા પાણીથી સતત પોતાના હાથ ધોવા.

છીંકતી વખતે અને ઉધરસ વખતે રૂમાલ અથવા ટિશ્યૂ પેપરની મદદથી મોંઢું ઢાંકવું અને પછી તેને બંધ ડબ્બામાં ફેંકી દેવું.

જો કોઇ સ્થળે હાથ ધોવાની સુવિધા ન હોય, તો એલ્કોહોલ આધારિત સેનિટાઇઝરને પોતાના હાથ પર લગાડવું.

આ સમયમાં કોઇ ફેટ આધારિત ડાએટનું પાલન ન કરવું, જો કે વધારે માત્રામાં પૌષ્ટિક ડાએટ ફૉલો કરીને પોતાની ઇમ્યૂનિટીને મજબૂત બનાવવી.

બિનજરૂરી પ્રવાસ સ્થગિત કરવું. બીમાર લોકોથી ઓછામાં ઓછું એક મીટર અંતર રાખવું. બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવું, કારણકે તેમના સંક્રમિત થવાની શક્યતા સૌથી વધારે છે.

સાર્વજનિક સ્થળો પર ભીડ ન વધારવી, જેટલું શક્ય હોય ઘરે રહીને કામ કરવું.

હાથ ધોયા વગર પોતાની આંખ અને ચહેરાને સ્પર્શ ન કરવો. જો તમને ઉધરસ, તાવ કે શ્વાસ લેવામાં તરલીફ છે તો કોઇના પણ સંપર્કમાં ન આવવું. તરત જ ડૉક્ટરને મળવું.

સુરક્ષા પ્રત્યે આપણું એક પગલું કેટલાય જીવન બચાવી શકે છે.

જો દરેક નાગરિક આ નિયમોનું પાલન કરે તો ચોક્કસ આપણે સાથે મળીને આ ખતરાને ટાળી શકીએ છીએ.સુરક્ષિત રહો, સ્વસ્થ રહો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK