Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉન દરમિયાન વર્કઆઉટ વીડિયો શૅર કરનારા પર ફરાહ ખાનનો ગુસ્સો

લૉકડાઉન દરમિયાન વર્કઆઉટ વીડિયો શૅર કરનારા પર ફરાહ ખાનનો ગુસ્સો

27 March, 2020 11:27 AM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લૉકડાઉન દરમિયાન વર્કઆઉટ વીડિયો શૅર કરનારા પર ફરાહ ખાનનો ગુસ્સો

ફરાહ ખાને વર્કઆઉટ વીડિયોઝ શૅર કરનારાની લીધી ક્લાસ

ફરાહ ખાને વર્કઆઉટ વીડિયોઝ શૅર કરનારાની લીધી ક્લાસ


કોરોના વાયરસના પ્રકોપ દરમિયાન વર્કઆઉટ વીડિયો શૅર કરનારા માટે ફરાહ ખાને કલાકારો પર ગુસ્સે થઈ છે જેમાં તેણે કેટરીના કૅફ, વરુણ ધવન અને શાહિદ કપૂર જેવા કલાકારો પર નિશાન સાધ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી સેલિબ્રિટી વર્કઆઉટ વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે. કોરોના વાયરસ મહામારીના કારણે વિશ્વભરમાં લૉકડાઉન છે.

કારણકે કલાકારો પાસે કરવા માટે અન્ય કશું નથી અને આ કલાકારોને ફિટનેસ પ્રત્યે પ્રેમ છે. આ ટ્રેન્ડની શરૂઆત કૅટરિના કૅફએ કરી, જેણે ઘરે કરવાના સરળ વર્કઆઉટ વીડિયો શૅર કર્યા. તે સિવાય વરુણ ધવન, મીરા રાજપૂત, શાહિદ કપૂર, હિના ખાન, વિકી કૌશલ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કરીના કપૂર ખાન અને અમિતાભ બચ્ચન પણ પોતાના વીડિયો અને સેલ્ફી પોસ્ટ કરવા લાગ્યા પણ લાગે છે કે ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાનને આ ગમ્યું નથી.




ફરાહ ખાને કલાકારોને સોશિયલ મીડિયા પર પોતાના વર્કઆઉટ વીડિયો શૅર કરવા માટે ના પાડી છે. અને ફરાહ ખાને એ પણ કહ્યું કે જો આ આમ જ ચાલું રહ્યું, તો તેની પાસે સેલેબને અનફૉલો કર્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ નહીં રહે. આ સિવાય ફરાહ ખાને જણાવ્યું કે કેવી રીતે તેમના માટે સારું ફિગર હોવું જરૂરી છે પણ વિશ્વ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને લોકોને અન્ય મહત્વપૂર્ણ ચિંતાઓ પણ છે.


 
 
 
View this post on Instagram

#WorkoutFromHome #Part2 Since we are all practicing #SocialDistancing @yasminkarachiwala and I worked out at our homes and put the workouts together for you to do at yours. Stay home stay safe ? ⁣ ⁣⁣ ♦️ #Warmup⁣⁣ 1.Squat with feet hip width apart - 2 sets x 25 reps⁣⁣ 2.Squat with feet wide parallel- 2 sets x 25 reps ⁣⁣ 3.Squat with feet wide turnout- 2 sets x 25 reps ⁣⁣ 4.Squat with feet together- 2 sets x 25 reps⁣ ⁣⁣ ♦️ #Workout:⁣⁣ ⁣⁣ 1.Forward and Backward Lunge - 2 sets x 15 reps ⁣⁣ 2.In Hover, Hip Dips - 3 sets x 20 reps 3.Curtsy Lunge to Side Kick - 3 sets x 15 reps ⁣⁣ 4.Suicide Push- 3 sets x 15 reps ⁣⁣ 5.Landis or Single Leg Squat - 3 sets x 15 reps ⁣⁣ 6.Squat Jacks - 3 sets x 25 reps ⁣⁣ ⁣⁣ @reebokindia #CommittedToFitness ⁣⁣ ? by @isakaif ?

A post shared by Katrina Kaif (@katrinakaif) onMar 24, 2020 at 2:19am PDT

ફરાહ ખાને પોતાનો વીડિયોમાં કહ્યું છે કે, "હાય, હું ફરાહ ખાન અને બધાં લોકો વીડિયો બનાવી રહ્યા છે તો મેં પણ વિચાર્યું કે હું પણ વીડિયો બનાવું. બધાંના સ્વાસ્થ્ય અને સુરક્ષાના હિતમાં મારો આ વીડિયો છે. વિનમ્ર નિવેદન છે, બધાં કલાકારો, મહેરબાની કરીને પોતાના વર્કઆઉટ વીડિયો બનાવીને અમારા પર બ્લાસ્ટ ન કરો."

 
 
 
View this post on Instagram

KHAO PEEO AISH KARO MITRO.. WorkOut KISEY NU Dikhaeyo NA...Te NEDE KISEY DE JAEO NA... ?

A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh) onMar 25, 2020 at 1:33am PDT

ફરાહ ખાને આગળ કહ્યું કે, "હું સમજી શકું છું કે તમે બધાં ફ્રી છો અને આ વૈશ્વિક મહામારીથી તમને કોઇ ચિંતા નથી, સિવાય કે તમારા ફિગરને સારું બનાવવું પણ આપણાંમાંથી મોટા ભાગના લોકોને આ સંકટના સમયમાં ઘણી ચિંતાઓ છે. તો પ્લીઝ અમારા ઉપર મહેરબાની કરો અને તમે વર્કઆઉટ વીડિયો શૅર કરવાનું બંધ કરો અને જો તમે નથી રોકી શકતાં તો કૃપા કરીને ખરાબ ન લગાડતાં કે હું તમને અનફૉલો કરી દઉં." હવે આપણાં સેલિબ્રિટીઝનું આ બાબતે શું કહેવું છે કે સૌથી મહત્વપૂર્ણ છે. શું તે હવે પોતાના વર્કઆઉટ વીડિયોઝ શૅર કરવાનું બંધ કરી દેશે? એ તો સમય જ જણાવશે.

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2020 11:27 AM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK