Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ટીવીના સેલેબ્ઝ થઈ ગયા છે બિગ બૉસના ઘરમાં લૉક, જુઓ વિડિયો....

ટીવીના સેલેબ્ઝ થઈ ગયા છે બિગ બૉસના ઘરમાં લૉક, જુઓ વિડિયો....

24 April, 2020 04:09 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટીવીના સેલેબ્ઝ થઈ ગયા છે બિગ બૉસના ઘરમાં લૉક, જુઓ વિડિયો....

સેલેબ્ઝે સંદેશો આપ્યો કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો

સેલેબ્ઝે સંદેશો આપ્યો કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો


કોરોના વાઇરસને કારણે ઇન્ડિયામાં એન્ટરટેઇનમેન્ટ બિઝનેસ બંધ થઈ ગયો છે. લોકોના એન્ટરટેઇનમેન્ટ માટે પણ હવે ખૂબ જ લિમિટેડ માધ્યમ રહ્યાં છે. ટીવી ચૅનલો પણ હવે જૂના શોનું રિપીટ ટેલિકાસ્ટ કરી રહી છે. લૉકડાઉનને લીધે શૂટિંગ બંધ હોવાથી ટીવીના સેલિબ્રિટીઝ પણ ઘરમાં જ લૉક થઈ ગયા છે અને તેમને એવું લાગે છે કે જાણે તેઓ બીગ બૉસના ઘરમાં લૉક થઈ ગયા હોય. છતા તેઓ કહે છે આ સમય ઘરમાં જ રહેવાનો છે. ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો.

ટીવી-ઇન્ડસ્ટ્રીની કેટલીક સેલિબ્રિટીઝ મળીને આ વિડિયો બનાવ્યો છે. જેથી લોકોને લૉકડાઉન દરમ્યાન ઘરમાં રહેવા માટે પ્રોત્સાહન મળી રહે. આ વિડિયોમાં સિદ્ધાર્થ શુક્લા, મૌની રૉય, શૈલેશ લોઢા, અનિતા હસનંદાની, રોહિતાશ ગૌડ, મનીષ પૉલ, કરિશ્મા તન્ના, રેમો ડિસોઝા જેવી ઘણી સેલિબ્રિટીઝ છે. વિડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે, બધા જ ઘરમાં ફસાઈ ગાય છે અને ઘરમાં ફસાવવાથી જીંદગી કેવી થઈ ગઈ છે. ઘરમાં એકબીજા સાથે વાતચીત, કામકાજના ભાગ પાડવા, ઝઘડા, મસ્તી બધુ જ થાય છે. લૉકડાઉનને લીધે પોતાનું ઘર તેમને બિગ બોસ જેવું લાગે છે. છતા બધા સાથે રહીને વસ્તુઓ મેનેજ કરી લે છે, કામનું વિભાજન કરી છે. છેલ્લે તેઓ મેસેજ આપે છે કે જો કોરોના સામેની લડાઈ જીતવી હોય તો ઘરમાં રહેવું જરૂરી છે.



 
 
 
View this post on Instagram

These unprecedented times call for all of us to be alone, yet together! Here’s an attempt, a made-at-home video, for which all of us from the Television Fraternity got together to voice our solidarity and give hope. #TvFraternityStandsTogether #StayHomeStayTuned #ChangeWithin #AloneTogether Producer Ekta Kapoor Directed by Guroudev Bhalla Creative Director Sonali Jaffar Script Dheeraj Sarna Dialogue Dheeraj Sarna Anukalp Goswami Edited by Vikas Sharma Music Aashish Rego Executive Producers Abhishek Rege Anil Wanvari Binaifer Kohli Fazila Allana Gul Khan JD Majethia Tanusree Dasgupta Media & PR support Ruchikaa Kapoor With thanks to Remo D’Souza Aasif Sheikh Aditi Sharma Anita Hassanandani Aasif Sheikh Aura Bhatnagar Divyanka Tripathi Erica Fernandes Karan V Grover Karan Jotwani Karishma Tanna Manish Paul Mouni Roy Parth Samthaan Reem Shaikh Rohitashv Gour Sehban Azim Shabbir Ahluwalia Shailesh Lodha Shehnaaz Gill Siddharth Shukla Srithi Jha Surbhi Jyoti Vikram Singh Chauhan Sign Language Video India Signing Hands Pvt. Ltd. @gbppl24 @sonalijaffar @sarnadheeraj @sarnadheeraj @anukalpgoswami #VikasSharma @aashishrego #AbhishekRege @anilwanvari #BenaiferKohli @fazila_sol @gulenaghmakhan @jd_majethia @tanusridgupta @ruchikaakapoor @remodsouza @anitahassanandani @iaasifsheikhofficial @officialaditisharma @aurabhatnagar @divyankatripathidahiya @iam_ejf @karanvgrover @karanjotwani @karishmaktanna @manieshpaul @imouniroy @the_parthsamthaan @reem_sameer8 @rohitashvgour @sehban_azim @shabirahluwalia @lodha_shailesh @shehnaazgill @realsiddharthshukla @itisriti @surbhijyoti @vikramsingh_chauhan @indiasigninghands

A post shared by Erk❤️rek (@ektarkapoor) onApr 23, 2020 at 10:36pm PDT


આ બાબતે એકતા કપૂરે કહ્યું હતું કે ‘આપણા દેશના ટેલિવિઝન પ્રોડ્યુસર્સ અસોસિએશન દ્વારા આ વિડિયો બનાવવામાં આવ્યો છે. આ સમયમાં આપણે એક થઈને રહેવું જરૂરી છે અને એ ખૂબ જ આવશ્યક છે. આ માટે લોકોને જાગરૂક કરવા એન્ટરટેઇનમેન્ટ ખૂબ જ મહત્ત્વનું માધ્યમ છે. આ માટે અમે ટૉપના દરેક ટીવી સ્ટાર્સનો સમાવેશ કર્યો છે જેથી એ દરેક લોકો સાથે કનેક્ટ થઈ શકે. આપણે બધા આમાં સાથે ભેગા મળીને કામ કરી રહ્યા છીએ અને લોકોને ઘરમાં રહેવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું એ અમારી ફરજ છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2020 04:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK