Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડેઇલી વર્કર્સ માટે રજનીકાન્ત, સૂર્યા, કાર્તી અને વિજયએ ડોનેટ કર્યા પૈસા

ડેઇલી વર્કર્સ માટે રજનીકાન્ત, સૂર્યા, કાર્તી અને વિજયએ ડોનેટ કર્યા પૈસા

25 March, 2020 05:53 PM IST | Chennai
Agenciesc

ડેઇલી વર્કર્સ માટે રજનીકાન્ત, સૂર્યા, કાર્તી અને વિજયએ ડોનેટ કર્યા પૈસા

રજનીકાન્ત

રજનીકાન્ત


સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડેઇલી વર્કર્સ માટે રજનીકાન્તે ૫૦ લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. તેમની સાથે સૂર્યા, કાર્તી (કાર્તિક શિવકુમાર) અને વિજય સેતુપતિની સાથે ઘણા ફિલ્મમેકર્સે પણ ડોનેશન કર્યું છે. કોરોના વાઇરસને પગલે ઇન્ડિયામાં બધું લૉક્ડ ડાઉન છે અને એથી રોજિંદું કામ કરનાર માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે. ધ ફિલ્મ એમ્પ્લૉઈઝ ફેડરેશન ઑફ સાઉથ ઇન્ડિયાના પ્રેસિડન્ટ આર. કે. સેલ્વમણિએ લોકોને મદદ માટે અપીલ કરી હતી. થોડા કલાકની અંદર જ સૂર્યા અને કાર્તીએ દસ-દસ લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. શિવકાર્તિકેયને પણ દસ લાખ રૂપિયા ડોનેટ કર્યા હોવાની ચર્ચા છે. તેમના બાદ રજનીકાન્તે પચાસ લાખ રૂપિયા ડોનેટ કર્યા છે અને વિજય સેતુપતિએ પણ દસ લાખ રૂપિયા ડોનેટ કર્યા હોવાની ચર્ચા છે. ઍક્ટર્સ પાર્થીપન અને પ્રકાશ રાજે ૨૫ કિલોની ચોખાની ગૂણ ઘણા લોકોને આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2020 05:53 PM IST | Chennai | Agenciesc

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK