Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Outbreak: કનિકા કપૂરનું સ્ટેટમેન્ટ લેશે લખનઉ પોલીસ

Coronavirus Outbreak: કનિકા કપૂરનું સ્ટેટમેન્ટ લેશે લખનઉ પોલીસ

27 April, 2020 08:01 PM IST | Lucknow
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Outbreak: કનિકા કપૂરનું સ્ટેટમેન્ટ લેશે લખનઉ પોલીસ

કોરોના વાયરસમાંથી સાજી થનારી કનિકા કપૂરની હેરાનગતિ કંઇ ઓછી નથી થઇ ગઇ.સોમવારે સરોજિની નગર પોલીસ મહાનગરમાં કનિકાના નિવાસસ્થાને પહોંચી હતી.

કોરોના વાયરસમાંથી સાજી થનારી કનિકા કપૂરની હેરાનગતિ કંઇ ઓછી નથી થઇ ગઇ.સોમવારે સરોજિની નગર પોલીસ મહાનગરમાં કનિકાના નિવાસસ્થાને પહોંચી હતી.


કોરોના વાયરસમાંથી સાજી થનારી કનિકા કપૂરની હેરાનગતિ કંઇ ઓછી નથી થઇ ગઇ.સોમવારે સરોજિની નગર પોલીસ મહાનગરમાં કનિકાના નિવાસસ્થાને પહોંચી હતી.જ્યાં તેને નોટિસ આપવામાં આવી હતી. પોલીસે 30મી એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે ગાયકને સરોજિની નગર પોલીસ સ્ટેશન બોલાવી છે. તપાસ અધિકારી જે.પી.સિંઘનું કહેવું છે કે કનિકાનું નિવેદન 30 એપ્રિલના રોજ રેકોર્ડ કરવામાં આવશે જેના માટે કાનૂની પ્રક્રિયા શરૂ થઈ છે. જે.પી.સિંઘનું કહેવું છે કે કનિકા તપાસમાં સહયોગ આપી રહી છે.કનિકા કપૂર વિરુદ્ધ સરોજિની નગર પોલીસ સ્ટેશનમાં અન્યના જીવને જોખમમાં મૂકવા સહિત આઈપીસીની કલમ 188, 269 અને 270 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.કોરોના સામેની લડત જીત્યા બાદ કનિકા કપૂરે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં સ્પષ્ટતા કરી લખ્યું હતું કે, ‘હું જાણું છું કે મારા વિશે ઘણી વાતો થઇ રહી છે. આમાંની મોટાભાગની વાતો એટલા માટે કરાઇ રહી છે કારણકે હજી સધી હું ચૂપ હતી.હું ચૂપ એટલા માટે નહોતી કે હું ખોટી હતી પણ એટલા માટે હતી કે હું લોકો સુધી સત્ય પહોંચાડવાની રાહ જોઇ રહ હતી.  હું જાણું છું કે લોકોને ખોટી માહિતી આપી દેવામાં આવી છે. હું મારા કુટુંબ, મિત્રો અને ટેકેદારોનો આભાર માનું છું કે જેઓ આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા રહ્યા અને મને સમજ્યા.’ તમને જણાવી દઇએ કે કનિકા હાલમાં લખનૌમાં તેના માતાપિતા સાથે સમય ગાળી રહી છે. લંડન, મુંબઇ અથવા લખનઉમાં તેના સંપર્કમાં આવેલા કોઈપણ લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ નથી. તમામના કોરોના પરીક્ષણો નકારાત્મક હોવાનું જણાયું હતું. લખનૌના મહાનગર વિસ્તારમાં આવેલા શાલીમાર ગેલન્ટ એપાર્ટમેન્ટમાં કનિકા કપૂર તેના માતાપિતા સાથે રહે છે. કનિકાએ કોરોના દર્દીઓની સારવાર માટે પોતાનો પ્લાઝ્મા આપવાની પણ ઑફર કરી છે. ડૉકટરોની એક ટીમ ટૂંક સમયમાં તેના ઘરે શાલીમાર ગેલન્ટ એપાર્ટમેન્ટ આવશે.

 
 
 
View this post on Instagram

All you need is a warm smile, a warm heart and a warm cup of tea ☕️ #familytime #lucknowdiaries #stayhomestaysafe

A post shared by Kanika Kapoor (@kanik4kapoor) onApr 26, 2020 at 7:09am PDT




 કનિકા કપૂરે કોરોનાથી સાજા થયા બાદ પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. તસવીરમાં, કનિકા તેના માતાપિતા સાથે છે અને આરામથી ચા સાથે બેઠી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2020 08:01 PM IST | Lucknow | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK