Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Outbreak: શાઝા મોરાનીનો બીજો ટેસ્ટ નેગેટીવ

Coronavirus Outbreak: શાઝા મોરાનીનો બીજો ટેસ્ટ નેગેટીવ

10 April, 2020 06:42 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Outbreak: શાઝા મોરાનીનો બીજો ટેસ્ટ નેગેટીવ

શાઝા મોરાની

શાઝા મોરાની


શાઝા મોરાનીનો કોરોના વાયરસ (COVID-19)નો ટેસ્ટ નેગેટીવ આવાત મોરાની પરિવારને રાહત થઈ છે. શાઝાને કોઈપણ લક્ષણો નહોતા દેખાતા છતા તેનો પ્રથમ ટેસ્ટ પોઝેટીવ આવ્યો હતો. શાઝા પ્રથમ ટેસ્ટ બાદ બહેન ઝોઆ અને પિતા કરીમ મોરાનીનો પણ કોરોનાનો ટેસ્ટ પોઝેટીવ આવ્યો હતો,

આજે શાઝાનો બીજો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટીવ આવ્યો હતો. સુત્રોએ જણાવ્યું હતું કે, શાઝાનો ટેસ્ટ નેગેટીવ આવ્યો હોવા છતા વધુ એક ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેનો રીપોર્ટ કાલે આવશે. જો આ રીપોર્ટ નેગેટીવ આવશે તો તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આશા છે કે રીપોર્ટ સારો આવે તો તે જલ્દી ઘરે પાછી આવે.



શાઝા માર્ચ મહિનામાં શ્રીલંકા ગઈ હતી અને બહેન ઝોઆ રાજસ્થાન ફરી આવી હતી. બન્ને મુંબઈ પાછા ફર્યા બાદ 14 દિવસ માટે પોતાને સેલ્ફ ક્વોરન્ટાઈન કર્યા હતા. ઝોઆને સુકી ઉધરસ અને તાવના લક્ષણો દેખાતા બન્નેએ ટેસ્ટ કરાવ્યા હતા. ત્યારે શાઝાને કોઈપણ લક્ષણ ન હોવા છતા તેનો રીપર્ટ પોઝેટીવ આવ્યો હતો. જ્યારે ઝોઆનો રીપોર્ટ બીજા દિવસે પોઝેટીવ આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2020 06:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK