Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus: ઇશિમાની ‘રૂહી’ અદિતી ફસાઇ ગઇ છે USAમાં, થઇ રહી છે બોર

Coronavirus: ઇશિમાની ‘રૂહી’ અદિતી ફસાઇ ગઇ છે USAમાં, થઇ રહી છે બોર

06 April, 2020 03:38 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus: ઇશિમાની ‘રૂહી’ અદિતી ફસાઇ ગઇ છે USAમાં, થઇ રહી છે બોર

અદિતી ભાટિયા અમેરિકામાં એક્ટિંગ વર્કશોપ માટે ગઇ હતી

અદિતી ભાટિયા અમેરિકામાં એક્ટિંગ વર્કશોપ માટે ગઇ હતી


કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે સરકારે ઇન્ટરનેશલન ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે એમાં ટેલિવિઝનની અભિનેત્રી અદિતી ભાટિયા અમેરિકામાં ફસાઇ ગઇ છે. અદિતિએ અમેરિકાની સ્થિતિ ગંભીર છે તેમ જણાવ્યું અને ઉમેર્યું કે તેની મમ્મી પણ હમણાં તેની સાથે અમેરિકામાં જ છે. તે એક્ટિંગ વર્કશોપમાં ભાગ લેવા માટે અમેરિકા ગઇ હતી અને લોસ એન્જલસમાં આ વર્કશોપ અટેન્ડ કરી રહી હતી. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કેન્સલ થઇ અને એને ત્યાં જ રહી જવું પડ્યું છે.

 
 
 
View this post on Instagram

Quarantine day 2️⃣0️⃣ #GoCorona?

A post shared by Aditi Bhatia ? (@aditi_bhatia4) onApr 3, 2020 at 4:29am PDT




 

વર્કશોપ પાંચમી માર્ચે પુરી થવાની હતી અને ત્યાર બાદ તે મિત્રોને મળવા લોસ એન્જલસ પહોંચીને ત્યાં જ રોકાઇ હતી અને તે લોસ એન્જલસમાં ફરવાનો પ્લાન બનાવી રહી હતી. શહેર જુએ એ પહેલાં તો ત્યાં કોરોનાને કારણ બધું જ બદલાઇ ગયું.


આ પણ વાંચો જુઓ ઇશિમાની 'રૂહી'નો ગ્લેમરસ અને નટખટ અંદાજ

તે ભારત આવવાની તજવીજમાં હતી ત્યાં તેને જાણ થઇ કે તેની ફ્લાઇટ્સ કેન્સલ થઇ ગઇ છે. તેની મમ્મી પોતાના સગાને મળવા માટે ફિલાડેલ્ફિયા આવી હતી અને તે મમ્મીને પણ ન મળી શકી કારણકે કોઇ કનેક્ટિવિટી નથી. તેઓ બંન્ને હાલમા અમેરિકામાં છે, સલામત છે પણ એકબીજાથી દૂર અલગ અલગ શહેરોમાં છે.

 
 
 
View this post on Instagram

no i’m not scratching my neck

A post shared by Aditi Bhatia ? (@aditi_bhatia4) onApr 4, 2020 at 10:09pm PDT

 અદિતીનાં મામા-મામી હૉસ્પિટલમાં કામ કરે છે જેની તેને ચિંતા સતાવે છે કારણકે અમેરિકામાં ડૉક્ટોરની સ્થિતિ બહુ અઘરી છે. અદિતીનું કુટુંબ ગુજરાતમાં છે અને તેણે એકતા કપૂરની સિરિયલ યે હે મુહોબ્બતેં માં રૂહી ભલ્લાનું પાત્ર ભજવ્યું છે. તે અમેરિકાથી તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2020 03:38 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK