Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Lockdown છતાં ઘરની બહાર નીકળ્યો સુનીલ ગ્રોવર, પડ્યા ડંડા

Coronavirus Lockdown છતાં ઘરની બહાર નીકળ્યો સુનીલ ગ્રોવર, પડ્યા ડંડા

26 March, 2020 07:14 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Lockdown છતાં ઘરની બહાર નીકળ્યો સુનીલ ગ્રોવર, પડ્યા ડંડા

સુનીલ ગ્રોવર

સુનીલ ગ્રોવર


કોરોના વાયરસ એકબીજાના સંપર્કમાં આવવાને કારણે ફેલાય છે. આ કારણે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટેન્સિંગને ઘટાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે આખા દેશમાં જનતા કર્ફ્યૂની જાહેરાત કરી છે. એવામાં બધાંને પોતાના ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

કેટલાક લોકો હજી પણ કોરોના વાયરસના જોખમને ગંભીરતાથી નથી લઈ રહ્યા. આ કારણે પોલીસને કડક પગલાં લેવા પડે છે. નિયમ ન માનનારા કેટલાક લોકોની ધોલાઇ કરતાં વીડિયો સતત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જોવા મળે છે. આ દરમિયાન કપિલ શર્માના શૉના જાણીતા કૉમેડિયન સુનીલ ગ્રોવરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં પોલીસ તેને ડંડા મારી રહી છે. જાણો શું છે આખી ઘટના...



લૉકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણાં મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન કૉમેડિયન અભિનેતા સુનીલ ગ્રોવારની એક તસવીર સતત ચર્ચાઓમાં છવાયેલી છે. આ સુનીલ ગ્રોવર પર બનાવેલું એક મીમ છે. જેને સ્ટાર કૉમેડિયને પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે. મીમ શૅર કરતાં સુનીલ ગ્રોવરે લખ્યું છે કે, "હા હા હા... પોતાના ઘરમાં રહો"


 
 
 
View this post on Instagram

Ha ha Stay at home for God sake.

A post shared by Sunil Grover (@whosunilgrover) onMar 25, 2020 at 12:48am PDT


આ મીમમાં સુનીલ ગ્રોવરે લોકોને એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે કેવી રીતે ઘરમાંથી બહાર નીકળતાં પોલીસ પકડી રહી છે અને ધોલાઇ કરી રહી છે. સુનીલે પોતાની ફિલ્મના બે સીન્સને મિક્સ કરીને આ મીમ બનાવ્યું છે. આ મીમ દ્વારા સુનીલ ગ્રોવરે પોતાના ચાહકોને આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ સમયે ઘરમાં રહેવું કેટલું જરૂરી છે.

નોંધનીય છે કે ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધતી જાય છે. દેશમાં સતત પગલાં લેવાતાં ગોવા છતાં સંક્રમિતોની સંખ્યા 600 પાર પહોંચી ગઈ છે. આ સિવાય મહારાષ્ટ્રમાં સૌથી વધારે દરદીઓ સામે આવ્યા છે આ કારણે પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને પોતાના ઘરમાં જ રહેવાની અને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2020 07:14 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK