લૉકડાઉનને કારણે બાળકોને લઈને હૃતિક પાસે રહેવા પહોંચી સુઝૅન ખાન

Updated: Mar 26, 2020, 19:20 IST | Agencies | Mumbai

સુઝૅન પ્રતિ આભાર વ્યક્ત કરતાં ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી કે ‘દેશમાં જ્યારે લૉકડાઉનની સ્થિતિ છે એવામાં એક પેરન્ટ તરીકે પોતાનાં બાળકોથી અલગ રહેવું મારા માટે અશક્ય છે.

સુઝૅન ખાન
સુઝૅન ખાન

દેશમાં લૉકડાઉનની સ્થિતિને જોતાં સુઝૅન ખાન બાળકોને લઈને તેના ભૂતપૂર્વ પતિ હૃતિક રોશન સાથે રહેવા ગઈ છે. તેમણે ૧૭ વર્ષ જૂના સંબંધો બાદ ૨૦૧૪માં ડિવૉર્સ લીધા હતા. જોકે તેઓ ઘણી વાર વેકેશન માણતાં બાળકો સાથે જોવા મળતાં હોય છે. કોરોના વાઇરસને કારણે દેશમાં લાગુ થયેલા ૨૧ દિવસના લૉકડાઉનને કારણે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. સુઝૅન પ્રતિ આભાર વ્યક્ત કરતાં ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી કે ‘દેશમાં જ્યારે લૉકડાઉનની સ્થિતિ છે એવામાં એક પેરન્ટ તરીકે પોતાનાં બાળકોથી અલગ રહેવું મારા માટે અશક્ય છે. કેટલીયે અનિશ્ચિતતા અને અનેક મહિનાઓ સુધી લોકોથી અંતર જાળવી રાખવાની શક્યતાની વચ્ચે લોકો કુટુંબની નજીક આવ્યા છે એ જોવું સારું લાગી રહ્યું છે. એક તરફ જ્યાં વિશ્વ માનવતા એક થઈ છે એની વાત કરે છે. એવામાં મને લાગે છે કે આ આઇડિયા એ પેરન્ટ્સ માટે કારગર સાબિત થશે જે બાળકોની કસ્ટડી શૅર કરે છે. પોતાના બાળક પર અન્ય પેરન્ટના અધિકારનું ઉલ્લંઘન કર્યા વગર તેને પણ પોતાના બાળકની સાથે રહેવાનો સમાન અધિકાર છે એ વાતનું સન્માન કરવું જોઈએ. આ ફોટો છે મારી ડિયર સુઝૅનનો (મારી એક્સ-વાઇફ). તે થોડા સમય માટે પોતાની મરજીથી પોતાના ઘરને છોડીને અહીં રહેવા આવી છે, જેથી અમારાં બાળકો બેમાંથી એક પેરન્ટથી પણ અળગાં ન થાય. સપોર્ટિવ અને કો-પેરન્ટની આ જર્નીમાં સમજદાર બનવા માટે સુઝૅન થૅન્ક યુ. અમારાં બાળકો એ સ્ટોરીને જણાવશે જેને અમે તેમના માટે બનાવી છે. હું આશા રાખું છું અને પ્રાર્થના પણ કરું છું આપણી અને આપણા પ્રિયજનોની સલામતી અને સ્વાસ્થ્યની. આપણે બધા ખુલ્લા દિલથી પ્રેમનો એકરાર, સહાનુભૂતિ, હિમ્મત અને તાકાત મેળવવાનો માર્ગ શોધી લઈશું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK