Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus : કાર્તિક આર્યનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Coronavirus : કાર્તિક આર્યનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

20 March, 2020 02:01 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus : કાર્તિક આર્યનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન


કાર્તિક આર્યન ફરી એકવાર પોતાના 'પ્યાર કા પંચનામા'વાળા અંદાજમાં જોવા મળ્યો. કાર્તિકની ડેબ્યૂ ફિલ્મમાં તેનો પાંચ મિનિટ લાંબો મોનોલૉગ તમને યાદ હશે. તે મોનોલૉગમાં કાર્તિકે છોકરીઓને લઈને કેટલીક ફરિયાદ કરી હતી, પણ આ વખતે કાર્તિકે જે મોનોલૉગ કર્યો છે, તેમાં તેણે લોકોને લઈને ફરિયાદ કરી છે, જે કોરોના વાયરસના પ્રકોપ છતાં સ્વાસ્થ્ય સંગઠનોની અપીલ સામે આંખ આડા કાન કરે છે. કાર્તિકનો લગભગ અઢી મિનિટનો મોનોલૉગ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

કાર્તિકની ટીમ પ્રમાણે, મોનોલૉગની સ્ક્રિપ્ટ કાર્તિકે પોતે લખી છે. આ વીડિયોને કાર્તિકે પોતના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો છે, જેની સાથે તેણે લખ્યું, સામાજિક અંતર બનાવવા માટે મારા અંદાજમાં અપીલ.



જણાવીએ કે ગુરુવારે સાંજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસથી બચવા માટે સાવચેત રહેવાની અપીલ કરતા લોકોને આગામી રવિવારે જનતા કર્ફ્યૂ લાગૂ પાડવાની ભલામણ કરી છે. કાર્તિકે પણ આ વાતને આગળ વધારતા એવું કોઇપણ કામ ન કરવાની અપીલ કરી, જેથી કોરોના વાયરસના પ્રસારને અટકાવવામાં સપોર્ટ મળે. કાર્તિકનો આ વીડિયો તમે નીચે જોઇ શકો છો...


 
 
 
View this post on Instagram

My Appeal in my Style Social Distancing is the only solution, yet ??

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) onMar 19, 2020 at 8:01am PDT


કાર્તિકના આ અનોખા અંદાજને-અપીલને બીજા સેલેબ્સે પણ પસંદ કરી રહ્યા છે. વરુણ ધવન, કૃતિ સેનન, અર્જુન કપૂર, કિયારા અડવાણી, જાન્હવી કપૂર, ભૂમિ પેડણેકરે કાર્તિકના વીડિયોના ખૂબ જ વખાણ કરતાં કોમેન્ટ કરી છે.

 
 
 
View this post on Instagram

Stay safe guys. Can’t stress this enough #WashYourHands #CoronaStopKaroNa

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) onMar 12, 2020 at 6:43pm PDT

કાર્તિક છેલ્લે લવ આજ કલમાં જોવા મળ્યો હતો. ઇમ્તિયાઝ અલી નિર્દેશિત ફિલ્મમાં સારા અલી ખાન તેની અપોઝિટ હતી. ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ ન રહી, પણ કાર્તિક અને સારાને લોકોએ ખૂબ જ વખાણ્યા. કાર્તિક હાલ લખનઉમાં અનીસ બઝ્મીની ફિલ્મ ભૂલ-ભૂલૈયાની શૂટિંગ કરી રહ્યો છે. જો કે, શૂટિંગ પર કોરોના વાયરસના પ્રકોપની અસર દેખાય છે. કાર્તિકે કેટલાક દિવસ પહેલા જ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે માસ્ક લગાડીને સેટ પર દેખાઇ રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 02:01 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK