Coronavirus: શાઝા મોરાનીની બહેન ઝોઆ પણ Covid-19 પૉઝિટીવ
ઝોઆ મોરાની, તસવીર ઇન્સ્ટાગ્રામ
બૉલીવુડનાં પ્રોડ્યુસર કરીમ મોરાનીની દીકરી શાઝા મોરાનીને કોરોનાવાઇરસ હોવાના સમાચાર આવ્યા તેના કલાકો પછી તેની એક્ટર બહેન ઝોઆને પણ આ વાઇરસનું સંક્રમણ લાગુ પડ્યું છે.પરિવારનાં સુત્રોએ જણાવ્યા અનુસાર શાઝા શ્રીલંકાથી માર્ચનાં પહેલા અઠવાડિયામાં પાછી ફરી હતી અને ત્યારે તેનો કોઇ લક્ષણ નહોતા પણ પછી તેને સોમવારે નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી.સુત્રો અનુસાર ઝોઆ જે રાજસ્થાનથી માર્ચની પંદરમીની આસપાસ પાછી ફરી હતી તેનો Covid-19 ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.તેનો ટેસ્ટ મંગળવારે કરાયો અને સાંજ સુધીમાં તેનો રિપોર્ટ આવ્યો.શાઝા નાણાવટી હૉસ્પિટલમાં છે અને બે દિવસ બાદ તેનો ફરી ટેસ્ટ કરાશે.હાલમાં ઘરનાં દરેક સદસ્યનો ટેસ્ટ કરાઇ રહ્યો છે અને બધાં જ ક્વોરેન્ટાઇનમાં છે તેવું પીટીઆઇને જણાવાયું હતું.
ગઇકાલે, મંગળવારે મોરાનીએ કહ્યું હતું કે તેની બંન્ને દિકરીઓ ઓબર્ઝવેશનમાં છે અને શાઝાને કોઇ લક્ષણ ન હોવા છતાં તેનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો જ્યારે બીજી દીકરીને લક્ષણ હતા પણ ટેસ્ટ નેગેટિવ આવ્યો.બંન્નેને નાણાવટી હૉસ્પિટલમાં રખાઇ છે અને તેમની સારવાર ચાલુ છે.કરીમ મોરાનીએ શાહરૂખ ખાની રા.વન, ચેન્નાઇ એક્સપ્રેસ, હેપ્પી ન્યુયર, દિલવાલે જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.સોમવાર સાંજ સુધીમાં ભારતમાં કૂલ કેસિઝની સંખ્યા 4,281 હતી અને 111 જણા વાઇરસને કારણે મૃત્યુ પામ્યા હતા.