જાણો કેમ બોલીવુડ સ્ટાર્સે બદલ્યો પોતાનો પ્રૉફાઇલ ફોટો, DPમાં મૂકી તસવીર

Published: 11th May, 2020 17:42 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

હવે સેલેબ્સે કોરોના વૉરિયર્સ એટલે કે પોલીસનો આભાર વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રૉફાઇલ ફોટો બદલી દીધો છે.

કોરોના વૉરિયર્સને ડીપી બદલીને આપી સલામી
કોરોના વૉરિયર્સને ડીપી બદલીને આપી સલામી

કોરોના વાયરસની જંગમાં બોલીવુડ પણ એકસાથે છે અને આ જંગમાં આર્થિક મદદની સાથે સાથે અન્ય ઘણી રીતે મદદ કરી રહ્યા છે. સ્ટાર્સ સતત લોકોને કોરોના વાયરસ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે અને સરકાર સાથે જરૂરિયાતમંદોને આર્થિક મદદ પણ કરી રહ્યા છે. હવે સેલેબ્સે કોરોના વૉરિયર્સ એટલે કે પોલીસનો આભાર વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રૉફાઇલ ફોટો બદલી દીધો છે.

બોલીવુડ સેલેબ્સે આ પગલું લઈને ફ્રન્ટલાઇનમાં ઊભેલા આ કોરોના વૉરિયર્સના હિંમત અને જઝ્બાને સલામી આપી છે. હવે મોટાભાગના સ્ટાર્સે પોતાનો પ્રૉફાઇલ ફોટો બદલીને મહારાષ્ટ્ર પોલીસનો લોગો લગાડી દીધો છે.

રવિવારે જ અનેક સ્ટાર્સે પોતાની ડીપી બદલી દીધી હતી. આ પગલું લેનારા સ્ટાર્સમાં સલમાન ખાન, અક્ષય કુમાર, ટાઇગર શ્રૉફ, કેટરીના કૅફ, રિતેશ દેશમુખ, અજય દેવગન જેવા અનેક નામ સામેલ છે.

Salman Khan

કેટલાય સિતારાઓ કોઇપણ ટ્વીટ કર્યા વગર કોઇએ લોકોને જણાવ્યા વગર જ આ નિર્ણય લીધો છે. અક્ષય કુમારે ફોટો બદલવાની સાથે એક ટ્વીટ પણ કર્યું છે, જેમાં લખ્યું છે કે, "દરરોજ હું ફ્રન્ટલાઇનમાં કામ કરતાં વર્કર્સની બહાદુરી વિશે સાંભળી રહ્યો છું જે પોતાનો થાક અને ડર ભૂલીને અમને પ્રાથમિકતાઓ આપી રહ્યા છે. એવા હીરોઝમાંથી એક હીરો મહારાષ્ટ્ર પોલીસ પણ છે. હું તેમને સન્માન આપવા માટે મારો પ્રૉફાઇલ ફોટો બદલી રહ્યો છું, તમે પણ જોડાઓ અને તેમને મનથી સેલ્યૂટ કરો."

તો, અજય દેવગન, રિતેશ દેશમુખ, વિકી કૌશલ, કરણ જોહર જેવા સિતારાઓએ પણ ટ્વીટ કરીને ફોટો બદલવાની માહિતી આપી છે. આ પહેલા સ્ટાર્સે કોરોના વૉરિયર્સ પર થતાં હુમલાનો પણ વિરોધ કર્યો હતો અને લોકોને સમજાવવા માટે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. હવે સ્ટાર્સે ડીપી બદલીને કોરોના વૉરિયર્સ માટે વધુ એક પગલું લીધું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK