Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Lockdown: કેટરિના કૈફે પણ કાઢી સંજવારી

Coronavirus Lockdown: કેટરિના કૈફે પણ કાઢી સંજવારી

26 March, 2020 07:25 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Lockdown: કેટરિના કૈફે પણ કાઢી સંજવારી

કચરાં કાઢી રહી છે કેટરિના કૈફ

કચરાં કાઢી રહી છે કેટરિના કૈફ


છેલ્લા ૨૧ દિવસથી કેટરિના કૈફ સેલ્ફ ક્વોરેન્ટાઇન કરી રહી છે તેવું તેને લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી કહી રહી છે. એ મંડી પડી છે કામ કરવા અને કચરાં કાઢી રહી છે ત્યારે અર્જુન કપુરે તેને કાંતા બહેન 2.0 કહીને ચિઢવી છે. જો કે કેટરિના કચરો કાઢતા કાઢતા અચાનક જ સાવરણીથી ક્રિકેટ રમવા માંડે છે. જો કે કેટરિનાએ પોસ્ટ સાથે ગંભીર સંદેશ પણ આપ્યો છે કે, “વન ડે એટ અ ટાઇમ” એટલે કે એક સમયે એક જ દિવસ... તે આ સંદેશમાં આગળ લખે છે કે આપણે જે કરવાનું છે તે કરવાનુ જ છે. સાથે તેણે લખ્યું છે કે તેની બહેન ઇઝાબેલે બેઠા બેઠા લાઇવ કોમેન્ટ્રી અને ટિપ્સ આપવાની છે અને તેનું પરફેક્ટ મિક્સ બનાવવાનું છે અને બાય ધી વે આ બહુ સારી એક્સર્સાઇઝ છે.

જુઓ કેવી રીતે કચરો કાઢતાં ક્રિકેટનો ફટકો લગાડે છે કૈટરિના. 




 ઘર સાફ કરવા ઉપરાંત કેટરિના તેના મિત્રો સાથે ગપ્પાં મારે છે, વાસણો ઘસે છે, વરુણ ધવન અને અર્જુન કપૂર સાથે ચેટ કરે છે અને બાલ્કનીમાં વર્કઆઉટ કરતી રહે છે. તેના ફેન્સને આ વીડિયોઝ અને પોસ્ટ્સ બહુ જ પસંદ છે. કોરોનાનો કહેર જાય પછી કેટરિનાની ફિલ્મો સૂર્યવંશી અને ત્યાર બાદ ફોનબુથ નામની હોરર કૉમેડી ફિલ્મ આવશે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2020 07:25 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK