પ્રતિક ગાંધી કરે છે 'Family Workout', લૉકડાઉન સમયનો શ્રેષ્ઠ ઉપયોગ

Published: Mar 23, 2020, 20:28 IST | Rachana Joshi | Mumbai

અભિનેતાએ દીકરી અને પત્ની સાથે વર્કઆઉટ કરતા વિડિયો સોશ્યલ મિડિયા પર કર્યા પોસ્ટ, નેક્સટ્ ક્લાસની ચાહકો જોવે છે રાહ

પ્રતિક ગાંધી પત્ની ભામિનિ ઓઝા અને દીકરી સાથે
પ્રતિક ગાંધી પત્ની ભામિનિ ઓઝા અને દીકરી સાથે

દેશમાં કોરોના વાયરસની વધતી જતી અસરને લીધે રાજ્ય સરકારે રાજ્યને લૉકડાઉન કર્યું છે અને હવે તો કફર્યું પણ જાહેર કરી દીધો છે. એટલે લોકો પાસે ઘરમાં રહેવા સિવાય બીજો કોઈ જ પર્યાય નથી. આ સમયનો ઉપયોગ ગુજરાતી સેલિબ્રિટિ કઈ રીતે કરી રહ્યાં છે તે તેઓ અવારનવાર સોશ્યલ મિડિયા દ્વારા જાણ કરતા જ હોય છે. અભિનેતા પ્રતિક ગાંધી પણ લૉકડાઉનના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહ્યો છે. ફૅમેલીની સાથે સમય પસાર કરવાની સાથે સાથે તે અને તેની ફૅમેલી ફીટ એન્ડ ફાઈન રહે તેની પણ તકેદારી લઈ રહ્યો છે. તે છેલ્લા બે દિવસથી સોશ્યલ મિડિયા પર દીકરી અને પત્ની સાથે વર્કઆઉટ કરતા વિડિયો પોસ્ટ કરી રહ્યો છે. અભિનેતાનું કહેવું છે કે, કોરોના વાયરસથી બચવા માટે ઘરે રહેવું જરૂરી છે અને ઘરે રહીએ તો પણ ફીટ રહેવું તો એકદમ જરૂરી છે.

પ્રતિકગાંધીએ પહેલા દિવસે Warmup નો વિડિયો પોસ્ટ કર્યો હતો.

 
 
 
View this post on Instagram

Stay fit. Stay home. trust me it will "workout" for you #homeworkout #fitnessfirst #familyworkout @bhaminioza

A post shared by Pratik Gandhi (@pratikgandhiofficial) onMar 22, 2020 at 6:25am PDT

આ પણ જુઓ: ગુજરાતી ફિલ્મોનો આ 'CHOCOLATE BOY' આટલો ડાહ્યો કેમ છે?

બીજા દિવસે અભિનેતાએ સ્ટ્રેચિંગનો વિડિયો પોસ્ટ કર્યો હતો.

 
 
 
View this post on Instagram

Stay fit. Stay home. #homeworkout #fitnessfirst #familyworkout @bhaminioza

A post shared by Pratik Gandhi (@pratikgandhiofficial) onMar 23, 2020 at 6:51am PDT

હવે ચાહકો તેના નેક્સ્ટ્ ક્લાસની એટલે કે આવતીકાલના વિડિયોની રાહ જોઈ રહ્યાં છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK