કોરોના વાઇરસે વિશ્વભરના લોકોને એકસાથે જોડી દીધા છે : અમિતાભ

Published: Mar 15, 2020, 16:02 IST | Mumbai Desk

‘ફિલોસૉફર્સ, પ્યુરિસ્ટ્સ, આશાવાદી, વિચારમગ્ન જિનિયસ, ક્રીએટર્સ, સંગીતકારો, જીવનના પાઠ શીખવતા જ્ઞાનીઓ ઘણાં વર્ષોથી વિશ્વને એક કરવા વિશે અનેક પ્રવચનો આપતાં આવ્યાં છે.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનનું માનવું છે કે કોરોના વાઇરસને કારણે વિશ્વ એકસાથે એક મંચ પર જોડાઈ ગયું છે. આજે બધી બાજુએ આ રોગચાળાની જ ચર્ચા થઈ રહી છે. એને અટકાવવા માટે નીતનવા ઉપાયો જણાવવામાં આવી રહ્યા છે. એ બધાની વચ્ચે પોતાના બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘ફિલોસૉફર્સ, પ્યુરિસ્ટ્સ, આશાવાદી, વિચારમગ્ન જિનિયસ, ક્રીએટર્સ, સંગીતકારો, જીવનના પાઠ શીખવતા જ્ઞાનીઓ ઘણાં વર્ષોથી વિશ્વને એક કરવા વિશે અનેક પ્રવચનો આપતાં આવ્યાં છે. જોકે તેઓ નિષ્ફળ રહ્યા છે. હવે આ કામ કરી આપ્યુ છે CoVid-19એ. એણે બધા લોકોને એક પ્લૅટફૉર્મ પર એકઠા કરી દીધા છે. બ્રાવો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK