સોશ્યલ ડિસ્ટન્સિંગ કરતા સલમાને લીધો સ્કેચિંગનો સહારો

Published: Mar 19, 2020, 17:36 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સુપર સ્ટાર સલમાન ખાન પણ સેલ્ફ-આઇસોલેશનમાં પોતાની જાતને કેટલી ક્રિએટિવલી બિઝી રાખી રહ્યો છે

સલમાન ખાન બિઝી રહે છે સ્કેચિંગમાં - ઇન્સ્ટાગ્રામ હેન્ડલ
સલમાન ખાન બિઝી રહે છે સ્કેચિંગમાં - ઇન્સ્ટાગ્રામ હેન્ડલ

બૉલીવુડ સેલેબ્રિટીઝ સોશ્યલ ડિસ્ટન્સિંગનો અનેરો ઉપયોગ કરી રહ્યાં છે. તે દરેક પોતાની એક્ટિવિટીઝ દર્શાવીને જાણે પોતાના ફેન્સને મેસેજ આપવા માગે છે કે આ કરવું કંઇ ખોટું નથી. પરિવાર સાથે સમય ગાળવાથી માંડીને ગમતાં પુસ્તકો વાંચવાથી માંડીને ઘણી અલગ અલગ એક્ટિવિટિઝમાં આ સ્ટાર્સ બિઝી રહે છે. ટેલિવિઝનનાં સેલેબ્ઝ જેમને સતત કલાકો સુધી કામ કરીને ડેલી સોપ્સમાં એક્ટિંગ કરવાની હોય છે તેઓ પણ શુટિંગ રદ થવાને કારણે શાંત પડી ગયા છે. દરેક માટે આ ફરજિયાત આરામ બની ગયો છે.

જુઓ સુપર સ્ટાર સલમાન ખાન પણ સેલ્ફ-આઇસોલેશનમાં પોતાની જાતને કેટલી ક્રિએટિવલી બિઝી રાખી રહ્યો છે. સલમાન ખાને આજે જ શેર કરેલા એક વિડિયોમાં તે કહોના પ્યાર હૈનું ટાઇટલ સોંગ ગણગણતા ગણગણતા સ્કેટિંક કરી રહ્યો છે તે જોઇ શકાય છે. સલ્લુભાઇએ દોરેલું ચિત્ર ગંભીર હોઇ શકે છે પણ એમના ચહેરા પર તો આનંદનું તેજ ઝળકી રહ્યું છે, તેમને શર્ટ ચિરવા કરતાં આ સ્કેચિંગમાં વધારે રસ હોય એમ લાગે છે એ ચોક્કસ. જુઓ આ ઇન્સ્ટા પોસ્ટ જેમાં સલમાન ભાઇ બિઝી છે સ્કેચિંગ કરવામાં.

 
 
 
View this post on Instagram

A post shared by Salman Khan (@beingsalmankhan) onMar 18, 2020 at 5:08pm PDT

સલમાન ખાનનાં ફેન્સે તેની આ કળાનાં ભારે વખાણ કર્યા. એક યુઝરે જ્યારે ગજબ બાબા લખ્યું ત્યારે બીજાએ પુછ્યં કે બાબા તમે શું દોરવાનો પ્રયાસ કરી રહ્યા છો? કોરોના વાઇરસનાં પેન્ડેમિક જાહેર થવાનાં સમાચાર જ્યારે બહાર પડ્યા ત્યારે સલમાન ખાને પોતાના ફેન્સને સલામ અથવા નમસ્તે કરવાની સલાહ આપી હતી, એ તો તમે જાણતા જ હશો. તેણે પોતાનો જ ફોટો શેર કરીને લખ્યુ હતું કે “નમશ્કાર....હમારી સભ્યતા મેં નમસ્તે ઔર સલામ હૈ, જબ #corona ખતમ હો જાયે તબ હાથ મિલાઓ ઔર ગલે લગો....”

 

 

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK