Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાએ બદલાવી નાખી આખી વાર્તા

કોરોનાએ બદલાવી નાખી આખી વાર્તા

22 September, 2020 01:03 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કોરોનાએ બદલાવી નાખી આખી વાર્તા

કોરોનાએ બદલાવી નાખી આખી વાર્તા

કોરોનાએ બદલાવી નાખી આખી વાર્તા


સ્ટાર ભારત પર શરૂ થનારા હિતેન તેજવાણીના શોનું નામ તમને યાદ હશે. એ શોનું નામ હતું, ‘હમ - એક મકાન, એક દુકાન’ પણ હવે આ શોનું નામ બદલીને ‘ગુપ્તા બ્રધર્સ – ચાર કુંવારે ફ્રૉમ ગંગા કિનારે’ કરવામાં આવ્યું છે. શોનું ટાઇટલ બદલવાનું કારણ છે એની વાર્તામાં આવેલો જડબેસલાક ચેન્જ. હા, સાચું વાંચ્યું તમે. લૉકડાઉન અને કોરોનાને કારણે આ શોની આખી વાર્તા જ બદલવામાં આવી છે. ‘હમ - એક મકાન, એક દુકાન’માં એક ઘરમાં રહેતા ચાર ભાઈની વાત હતી, જેની સાથે મોટા ભાઈ હિતેન તેજવાણીની વાઇફ પણ રહેતી હતી. ચાર ભાઈઓ વચ્ચે લાઇફમાં કેવા-કેવા ચેન્જ આવે છે અને એ ચેન્જમાં ભાભી કેવો રોલ ભજવે છે એની વાત હતી, પણ કોરોનાને કારણે આવેલા લૉકડાઉનમાં આ વાર્તા ચેન્જ કરવામાં આવી અને હવે ચાર ભાઈઓ એક ઘરમાં રહે છે અને એકલા રહેતા ચાર ભાઈઓની લાઇફ કેવી ચાલે છે એના પર ફોકસ કરવામાં આવ્યું છે.
શોના લીડ ઍક્ટર હિતેન તેજવાણીએ કહ્યું કે ‘કોરોનાકાળમાં આ ચેન્જ જરૂરી હતો એટલે ચૅનલે આ રસ્તો અપનાવ્યો છે. પહેલાં શો ફૅમિલી ઇમોશન્સ પર આધારિત હતો પણ હવે શો કૉમેડી અને સિચુએશન પર આધારિત કરવામાં આવ્યો છે.’
કોરોનાને કારણે લોકોને ડ્રામામાં રસ નથી રહ્યો એ વાત આ શોમાં આવેલા ચેન્જને કારણે વધુ એક વાર પુરવાર થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2020 01:03 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK