Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Coolie No1: વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મનું આ ગીત રિલીઝ

Coolie No1: વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મનું આ ગીત રિલીઝ

03 December, 2020 01:34 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coolie No1: વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મનું આ ગીત રિલીઝ

તેરી ભાભી સૉન્ગ રિલીઝ

તેરી ભાભી સૉન્ગ રિલીઝ


ફિલ્મ અભિનેતા (Bollywood Actor) વરુણ ધવન (Varun Dhawan) અને ફિલ્મ અભિનેત્રી (Bollywood Actress) સારા અલી ખાન (Sara Ali Khan)ની આગામી ફિલ્મ કુલી નંબર વન (Coolie No. 1)નું નવું ગીત 'તેરી ભાભી' (Teri Bhabhi) આજે રિલીઝ થયું છે. બુધવારે બન્નેએ ગીતની એક ઝલક સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર ગીતની એક ક્લિપ શૅર કરી. આમાં વરુણ અન્ય કુલીઓ સાથે રેલવે સ્ટેશન પર ડાન્સ કરે છે. જ્યારે સારા અલી ખાન પણ ગીતમાં દેખાય છે.

 
 
 
View this post on Instagram

A post shared by VarunDhawan (@varundvn)




સારા અલી ખાને વીડિયો શૅર કરતા લખ્યું, "કૂલી કે દિલ કો લગાને ચાબી, આ રહી હૈ સુબહ ભાભા." 'તેરી ભાભી' સૉન્ગ આજે રિલીઝ થઈ ગયું છે. એમેઝૉન ઓરિજિનલ (પ્રાઇમ વીડિયો) ફિલ્મ કૂલી નંબર 1નું ટ્રેલર સફળતાથી લૉન્ચ કર્યા પછી. આ ફિલ્મ નિર્માતાઓએ આજે સવારે મોસ્ટ અવેઇટેડ રોમાન્ટિક કૉમેડીમાંથી એક સ્ફુર્તિલુ ગીત 'તેરી ભાભી' લૉન્ચ કર્યું છે. આ સુરીલા ગીતમાં વરુણ ધવન અને સારા અલી ખાન દેખાશે. આ ગીત જાવેદ-મોહસિન, દેવ નેી અને નેહા કક્કડે, આની ધુન જાવેદ-મોહસિને તૈયાર કરી છે અને આ ગીત લખ્યું છે દાનિશ સાબરીએ.

 
 
 
View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95)


આ ગીત સાંભળ્યા પછી પગ જાતે થરકવા માંડશે એવું આ ગહીત વરુણ ધવન અને સારા અલી ખાનની મનોરંજક જોડી વચ્ચે કેમિસ્ટ્રીની ઝલક દેખાય છે અને બન્ને કલાકાર આ ફિલ્મમાં પહેલી વાર એક સાથે દેખાવાના છે. 'તેરી ભાભી' એક ડાન્સ નંબર છે જે ફિલ્મની રિલીઝ પછી દર્શકોને મળનારી મસ્તી અને મનોરંજનને દર્શાવે છે.

ક્રિસમસની ખુશી વધારતા એમેઝૉન પ્રાઇમ વીડિયો ડેવિડ ધવનની 45મી ફિલ્મ કૂલી નંબર 1નો વર્લ્ડ પ્રીમિયર લઈને આવે છે. બોલીવુડની આ રોમાન્ટિક કૉમેડી ફિલ્મને નિર્દેશિત કરી છે ડેવિડ ધવન અને ફિલ્મના નિર્માતા છે વાશુ ભગનાની, જેકી ભગનાની અને દીપશિખા દેશમુખ. આની સાથે ફિલ્મમાં પરેશ રાવન, રાજપાલ યાદવ, જાવેદ જાફરી અને જૉની લીવર પણ સામેલ છે. ભારત અને 200 દેશો અને સીમાઓમાં પ્રાઇમ સભ્ 25 ડિસેમ્બરથી એમેઝૉન પ્રાઇમ વીડિયો પર કૂલી નંબર 1નું વર્લ્ડ પ્રીમિયર સ્ટ્રીમ કરી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

03 December, 2020 01:34 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK