Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એકતા અને કંગના વચ્ચે મતભેદ

એકતા અને કંગના વચ્ચે મતભેદ

21 August, 2019 11:15 AM IST | મુંબઈ

એકતા અને કંગના વચ્ચે મતભેદ

એકતા અને કંગના

એકતા અને કંગના


એકતા કપૂર અને કંગના રનોટ વચ્ચેનાં સંબંધોમાં હવે કડવાશ આવી ગઈ છે. એનું કારણ છે ‘જજમેન્ટલ હૈ ક્યા’નાં સોન્ગ લૉન્ચ વખતે જર્નલિસ્ટ સાથે કંગનાની થયેલી બોલાચાલી. એ ઇવેન્ટમાં તે એક જર્નલિસ્ટ પર એ કહીને ભડકી હતી કે તેણે ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ વિશે ઘસાતું લખ્યું હતું. સાથે જ  કંગનાએ અનેક આરોપો એ જર્નલિસ્ટ પર મુક્યા હતાં. આ ઘર્ષણ બાદ મીડિયાએ કંગનાનો બૉયકૉટ કર્યો હતો. સાથે જ તેને કોઈ પણ પ્રકારની મીડિયા કવરેજ આપવાનો પણ નકાર આપ્યો હતો. આ જ કારણ છે કે ૨૬ જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મને જોઈએ એટલો સારો પ્રતિસાદ નથી મળ્યો. આ ફિલ્મમાં રાજકુમાર રાવ પણ જોવા મળ્યો હતો. કંગનાનાં આવા બિન જરૂરી વલણને કારણે ફિલ્મને નુકસાન થયું છે.

આ પણ વાંચો : સેક્રેડ ગેમ્સ 2 વિરુદ્ધ ફરિયાદ



ફિલ્મની સક્સેસ પાર્ટીમાં પણ એકતા ગેરહાજર હતી. એથી ચર્ચા એવી પણ છે કે એકતા હવે કંગના સાથે ભવિષ્યમાં કામ નહીં કરે. જોકે આ અંગે બન્નેમાંથી કોઈનું નિવેદન નથી આવ્યુ, પરંતુ શક્યતા તો એવી જ છે કે તેઓ સાથે કામ નહીં કરે.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2019 11:15 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK