શું 'મિશન મંગલ' અને 'બાટલા હાઉસ'ના ડરથી બદલાઈ રહી છે 'સાહો' ફિલ્મની ડેટ

Updated: Jul 19, 2019, 15:31 IST | મુંબઈ

15 ઑગસ્ટના બદલે 'સાહો' ફિલ્મ હવે 30 ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે.

'સાહો'
'સાહો'

15 ઑગસ્ટે બૉલીવુડની ત્રણ મોટી ફિલ્મ 'મિશન મંગલ', 'બાટલા હાઉસ' અને 'સાહો' રિલીઝ થવાની હત. પણ ફિલ્મ 'સાહો'ના મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટમાં બદલાવ કર્યો છે. કહેવાય છે કે 15 ઑગસ્ટના બદલે 'સાહો' ફિલ્મ હવે 30 ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મના પ્રોડ્યૂસરે એક અધિકારીક ઘોષણા કરી જણાવ્યું કે અમે વર્ષની સૌથી મોટી ફિલ્મની ક્વાલિટી અને કન્ટેન્ટથી કોઈ ભાગીદારી નથી કરી શકતા, એટલે અમને સીનમાં બદલાવ કરવા માટે થોડો હજી સમય જોઈએ છે.

સ્વતંત્રતા દિવસના દિવસે જૉન અબ્રાહમની બાટલા હાઉસ અને અક્ષય કુમારની મિશન મંગલ રિલીઝ થવાની છે. આ બન્ને ફિલ્મો રિયલ સ્ટોરી પર બની છે. જણાવી દઈએ કે ફિલ્મ સાહો પર મેકર્સે એક મોટી રકમ લગાવી છે જોકે આ ત્રણેવ ફિલ્મ એકસાથે રિલીઝ થઈ તો ફિલ્મની કમાણીમાં ઘણો ફરક પડી શકે છે. કદાચ આ જ કારણથી આ મૂવીની ડેટને આગળ વધારવામા આવી રહી છે. નોંધનીય છે કે બાકી બે ફિલ્મોના ક્લેશથી બચવાને લીધે 30 ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે.

આ પણ જુઓ : Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે

આ ફિલ્મ એક એક્શન થ્રિલર થવાની છે જેમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર, મંદિરા બેદી, જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ અને ચન્કી પાન્ડે મહત્વની ભૂમિકામાં નજર આવવાના છે. સુજીતના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મને હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK