વેબ સીરિઝ માટે કામ કરવાનો અનુભવ રહ્યો એકદમ અલગઃ સચિન સંઘવી

Published: Sep 13, 2019, 15:33 IST | ફાલ્ગુની લાખાણી | મુંબઈ

એમેઝોન પ્રાઈમ લઈને આવી રહ્યું છે વેબ સીરિઝ ધ ફેમિલી મેન. જેમાં મનોજ બાજપાઈ મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે સંગીત સચિન જીગરે આપ્યું છે.

વેબ સીરિઝ માટે કામ કરવાનો અનુભવ રહ્યો એકદમ અલગઃ સચિન સંઘવી
વેબ સીરિઝ માટે કામ કરવાનો અનુભવ રહ્યો એકદમ અલગઃ સચિન સંઘવી

મનોજ બાજપાઈ જેવા દિગ્ગજ કલાકરાને ચમકાવતી વેબ સીરિઝ ધ ફેમિલી મેન 20 સપ્ટેમ્બરે રીલિઝ થવા માટે તૈયાર છે. જેનું ટ્રેલર ખૂબ જ રસપ્રદ લાગી રહ્યું છે. અને એટલું જ રસપ્રદ છે તેનું મ્યુઝિક. જે આપ્યું છે સચિન જીગરે. તો ચાલો જાણીએ તેમનો અનુભવ કેવો રહ્યો..

લાગ્યું કે થિએટરના દિવસો પાછા આવ્યા..
વેબ સીરિઝમાં કામ કરવાના અનુભવ વિશે વાત કરતા સચિને કહ્યું કે, ધ ફેમિલી મેનમાં કામ કરીને આવું લાગ્યું જાણે હું થિઅટરના દિવસોમાં પાછો આવી ગયો છું. રાજ-બીકે સાથે અમારે ઘણો જૂનો સંબંધ છે. અને જ્યારે તેમની સાથે કામ કરીએ ત્યારે જાણે એક જાદૂ સર્જાય છે.

વેબ સીરિઝ કરવી થોડી પડકારજનક છે. કારણ કે તેમને ખબર ન પડે કે તેના ગીતો કેવા હશે? સાથે જ ધ ફેમિલી મેનમાં મનોજ બાજપાઈ બે અલગ અલગ પ્રકારના પાત્રો ભજવી રહ્યા છે. જેથી બંનેને ન્યાય આપે તેવું મ્યુઝિક ક્રીએટ કરવાનું હતું. આ શો માટે અમે ક્લાસિકલ અને રૅપ બંનેનો ઉપયોગ કર્યો છે.


વેબ પ્લેટફોર્મ પર આવી રહ્યું છે સારું કન્ટેન્ટ...
એમેઝોન પ્રાઈમ જેવા પ્લેટફોર્મ વિશે વાત કરતા સચિન કહે છે કે, હાલ ગુજરાતી, મરાઠી તેમજ નોર્થમાંથી ઘણા લેખકો આવે છે જેમની પાસે સારા આઈડિયા હોય છે. અને એમેઝોન તેમને પ્લેટફોર્મ પુરું પાડે છે. કોન્ટેન્ટ પણ એમેઝોન સારું લઈને આવે છે. એટલે તે દરેક લોકોને પસંદ આવે છે. આ વેબ સીરિઝ પાસેથી પણ મને એવી જ આશા છે.

આવા છે સચિન અને જીગરના સંબંધો
દોઢ દાયકા જેટલા સમયથી સચિન અને જીગર સાથે કામ કરી રહ્યા છે. જેના વિશે વાત કરતા સચિન કહે છે કે, સાથે કામ કરતા અમારી વચ્ચે મતભેદો પણ થાય છે. પરંતુ બંને એકબીજાના પ્રોત્સાહન આપતા રહીએ છે. એક વાત અમને સમજાય જાય છે કે, એકબીજા વિના અમે કામ નહીં કરી શકીએ. ક્યારેક એકબીજાનું મોઢું જોવાનો કંટાળો આવે છે. પરંતુ જ્યારે અમારા કામને પ્રશંસા મળે છે ત્યારે બધી જ ફરિયાદો દૂર થઈ જાય છે. અને હવે તો અમારી વચ્ચે પરિવાર જેવું થઈ ગયું છે.

ગુજરાતી ઈન્ડસ્ટ્રીને નવા ગીતોની જરૂર
ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી વિશે વાત કરતા સચિન કહે છે કે, હાલનો સમય ગુજરાતી મ્યુઝિક પર લોકોનો વિશ્વાસ પાછો મેળવવાનો સમય છે. હાલ તેમાં સારા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. હાલ ઈન્ડસ્ટ્રીને નવા પ્રયોગો અને સારા ગીતોની જરૂર છે. સચિન જીગરે રાજકુમાર રાવની ફિલ્મ મેઈડ ઈન ચાઈનમાં પણ સંગીત આપ્યું છે. જેમાં ગુજરાતી છાંટ ધરાવતું મ્યુઝિક સાંભળવા મળશે.

નવરાત્રિ છે ખાસ..
નવરાત્રિ નજીક આવી રહી છે. તો તેના વિશે વાત કરતા સચિન કહે છે કે, મે અને જીગરે ગુજરાતના ગરબા જોયા છે. અને મને ઈચ્છા છે કે આ વર્ષે સમય મળે તો પરિવારને લઈ જઈને વડોદરા, અમદાવાદ કે ભાવનગરના ગરબા બતાવવા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK