Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિશાલ ભારદ્વાજે 'વીબી' નામે પોતાનું મ્યુઝિક-લેબલ લૉન્ચ કર્યું

વિશાલ ભારદ્વાજે 'વીબી' નામે પોતાનું મ્યુઝિક-લેબલ લૉન્ચ કર્યું

06 July, 2020 12:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિશાલ ભારદ્વાજે 'વીબી' નામે પોતાનું મ્યુઝિક-લેબલ લૉન્ચ કર્યું

વિશાલ ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજ


સિંગર, કમ્પોઝર, રાઇટર અને ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે પોતાના સંગીતના પૅશનને નવો ઓપ આપ્યો છે. સોશ્યલ મીડિયા પર વિશાલ ભારદ્વાજે પોતાનું મ્યુઝિક-લેબલ લૉન્ચ કર્યાની જાણકારી આપી છે. ‘હૈદર’ ફેમ ફિલ્મમેકરે પત્ની રેખા ભારદ્વાજ સાથે ‘વીબી’ મ્યુઝિક-લેબલ શરૂ કર્યું છે જેમાં તેઓ પોતાના ચાહકો માટે દર મહિને નવું ગીત શૅર કરશે.

ઉલ્લેખનીય છે કે રેખા ભારદ્વાજ હિન્દી સિનેમાનાં પ્રખ્યાત ગાયિકા છે.



વિશાલ ભારદ્વાજે જણાવ્યું કે મને ઇન્ડસ્ટ્રીમાં એક કમ્પોઝર તરીકે એટલું મહત્ત્વ નથી મળ્યું એથી હું મારું પોતાનું મ્યુઝિક-લેબલ લૉન્ચ કરીને અંદરના સંગીતકારને જીવતો રાખવા માગું છું. ‘મકબૂલ’, ‘ઓમકારા’ અને ‘હૈદર’ સહિતની ફિલ્મો બનાવનારા વિશાલ ભારદ્વાજે કહ્યું કે ‘હું ફિલ્મમેકર એટલે બન્યો, કેમ કે હું મારા પોતાના સંગીતના શોખને જાળવી શકું. જોકે ફિલ્મોમાં પણ સંગીતને લઈને અમુક પ્રકારની મર્યાદા આવી જાય છે એટલે આ મ્યુઝિક-લેબલ થકી હું મુક્તપણે વ્યક્ત થઈ શકીશ.’


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2020 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK