અભિનવની ગેમ થઈ ગઈ?

Published: 12th February, 2021 12:43 IST | Mumbai correspondent | Mumbai

કલર્સ ચૅનલના રિયલિટી શો બિગ બૉસમાં અભિનવ શુક્લાને ઇરાદાપૂર્વક મેકર્સે દૂર કર્યો હોવાની ફરિયાદ શરૂ થઈ ગઈ છે

અભિનવની ગેમ થઈ ગઈ?
અભિનવની ગેમ થઈ ગઈ?

રિયલિટી શો ‘બિગ બૉસ’માંથી મંગળવારે રુબિના દિલૈકના હસબન્ડ અભિનવ શુક્લાને એલિમિનેટ કરવામાં આવ્યો. જોકે એમાં અભિનવની ગેમ કરી નાખવામાં આવી હોવાનું તેના અને ‘બિગ બૉસ’ના ફૅન્સને લાગી રહ્યું છે. ‘બિગ બૉસ’માંથી અભિનવ ઓછા વોટના કારણે નહીં, પણ ગેમમાં દાખલ થયેલા કન્ટેસ્ટન્ટના સાથીઓ દ્વારા એલિમિનેટ થયો છે, જેને લીધે અભિનવના ફૅન્સને એવું લાગે છે કે મેકર્સના કહેવાથી જ કન્ટેસ્ટન્ટના સાથીઓએ તેને એલિમિનેટ કર્યો છે.અભિનવ શુક્લા સાથે વાત થઈ ત્યારે તેણે કહ્યું કે ‘હું ખુશ છું કે વ્યુઅર્સના વોટિંગથી હું નથી ગયો, બાકી કોઈ વાતમાં મને ઇન્ટરેસ્ટ નથી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK