Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ટારડમનો ગેરફાયદો ઉઠાવવા માટે કંગના રનોટ વિરુદ્ધ કરવામાં આવી ફરિયાદ

સ્ટારડમનો ગેરફાયદો ઉઠાવવા માટે કંગના રનોટ વિરુદ્ધ કરવામાં આવી ફરિયાદ

25 April, 2020 07:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટારડમનો ગેરફાયદો ઉઠાવવા માટે કંગના રનોટ વિરુદ્ધ કરવામાં આવી ફરિયાદ

કંગના રનોટ

કંગના રનોટ


બહેન રંગોલી ચંડેલનો પક્ષ લેતાં કંગના રનોટ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે કે તે પોતાના સ્ટારડમનો ગેરફાયદો ઉઠાવી રહી છે અને લોકોને નફરત ફેલાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે. તાજેતરમાં જ રંગોલીએ હિંસા માટે એક સમુદાયને જવાબદાર ઠેરવ્યો હતો. એથી તેનું ટ્વિટરનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એને જોતાં કંગનાએ એક વિડિયો શૅર કરીને પોતાની બહેનનો પક્ષ લીધો હતો અને કહ્યું હતું કે રંગોલીએ કોઈ સમુદાય પર આક્ષેપ નથી કર્યો. કંગનાની આ વાતથી મુંબઈમાં રહેતા ઍડ્વોકેટ અલી કાશિફ ખાન દેશમુખે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં ઍડ્વોકેટે કહ્યું હતું કે ‘એક બાબત અહીં નોંધવા જેવી છે કે એક બહેન જાતિવાદી હિંસા માટે પ્રોત્સાહન આપી રહી છે તો બીજી બહેન પૂરા દેશમાંથી તેની નિંદા અને તેનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવા છતાં પણ તેને સપોર્ટ કરી રહી છે. તેની બહેન તેનાં સ્ટારડમ, તેની ખ્યાતિ, પૈસા, તાકાત અને પ્રભાવનો ઉપયોગ નફરત ફેલાવવા માટે અને પોતાના વ્યક્તિગત સ્વાર્થને પોષવા માટે કરી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2020 07:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK