Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઐશ્વર્યા રાય સાથે કરવામાં આવતી સરખામણીથી કોઈ વાંધો નથી સ્નેહા ઉલ્લાલને

ઐશ્વર્યા રાય સાથે કરવામાં આવતી સરખામણીથી કોઈ વાંધો નથી સ્નેહા ઉલ્લાલને

04 October, 2020 05:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઐશ્વર્યા રાય સાથે કરવામાં આવતી સરખામણીથી કોઈ વાંધો નથી સ્નેહા ઉલ્લાલને

સ્નેહા ઉલ્લાલ

સ્નેહા ઉલ્લાલ


સ્નેહા ઉલ્લાલને એ વાતે કોઈ વાંધો નથી કે તેની સરખામણી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કરવામાં આવે. તેણે ૨૦૦૫માં ‘લકકી: નો ટાઇમ ફૉર લવ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન પણ હતો. જોકે આ ફિલ્મને એટલો ખાસ રિસ્પૉન્સ નહોતો મળ્યો. ઐશ્વર્યા સાથે કરવામાં આવતી સરખામણી વિશે સ્નેહાએ કહ્યું હતું કે ‘હું મારા દેખાવ સાથે ખુશ છું અને સરખામણીની મને કોઈ ચિંતા નથી. આ પીઆર સ્ટ્રૅટેજી છે કે મારું કેવી રીતે વર્ણન કરવામાં આવે. એ બાબત પર જ આખી સરખામણીનો આધાર છે. આ કોઈ મોટી વસ્તુ નથી. મારી લાઇફમાં મને કોઈ વાતનો પસતાવો નથી. જોકે મારુ માનવું છે કે મેં ખૂબ જલદી ઍક્ટિંગની શરૂઆત કરી દીધી હતી. જો મેં રાહ જોઈ હોત તો કદાચ મેં પૂરી ટ્રેઇનિંગ પણ લીધી હોત. સાથે જ વસ્તુને બારીકાઈથી સમજી શકી હોત.’

તે હવે ડિજિટલ પ્લૅટફૉર્મ પર ‘એક્સપાયરી ડેટ’ સાથે એન્ટ્રી કરવાની છે. શોમાં બે કપલના એક્સ્ટ્રામૅરિટલ અફેર્સ દેખાડવામાં આવશે. આ વિશે સ્નેહાએ કહ્યું હતું કે ‘શૂટિંગ શરૂ કરતાં પહેલાં હું થોડી નર્વસ હતી, કારણ કે ઘણા સમય બાદ હું ઍક્ટિંગ કરી રહી હતી. મારા માટે આ નવું પ્લૅટફૉર્મ છે. હું જ્યારે સેટ પર પહોંચી તો બધા વિચાર ગાયબ થઈ ગયા હતા. મેં બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2020 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK