દર્શકો માટે આવી રહ્યું છે ડેટ ગોન રૉન્ગ 2 ક્વૉરન્ટીન એડિશન

Published: Jul 02, 2020, 21:35 IST | Agencies | Mumbai

ઇરોઝ એન્ટરટેઇનમેન્ટ કંપનીના ડિજિટલ પ્લૅટફૉર્મનું નામ ઇરોઝ નાઓ છે, જેના પર ક્વિકી એટલે કે ફિલ્મ અને શોને શૉર્ટ ફૉર્મેટમાં રજૂ કરવામાં આવે છે.

ઇરોઝ નાઓ હાલમાં દર્શકો માટે ‘ડેટ ગોન રૉન્ગ 2’ લઈને આવી રહ્યું છે જે એક ક્વૉરન્ટીન એડિશન છે. ઇરોઝ એન્ટરટેઇનમેન્ટ કંપનીના ડિજિટલ પ્લૅટફૉર્મનું નામ ઇરોઝ નાઓ છે, જેના પર ક્વિકી એટલે કે ફિલ્મ અને શોને શૉર્ટ ફૉર્મેટમાં રજૂ કરવામાં આવે છે. આ શોને સાત જુલાઈએ ઇરોઝ નાઓ પર રિલીઝ કરવામાં આવશે. કરણ રાવલે અભિષેક શર્મા અને ભક્તિ મનિયારને લઈને ‘ડેટ ગોન રૉન્ગ’ મિની-સિરીઝ બનાવી હતી. આ લૉકડાઉનમાં ડેટિંગ કેવું રહ્યું હશે એના આધારે આ શો બનાવવામાં આવ્યો છે. વર્ચ્યુઅલ ડેટિંગ પર આધારિત આ શો વિશે કરણ રાવલે કહ્યું હતું કે ‘અમારી ‘ડેટ ગોન રૉન્ગ 2’માં સિંગલ વ્યક્તિની જર્નીને દેખાડવામાં આવી છે જે આ લૉકડાઉનમાં પ્રેમ શોધતો હોય છે. પહેલી સીઝનને દર્શકોએ જેટલો પ્રેમ આપ્યો હતો એટલો આ શોને પણ આપશે એવી આશા રાખી રહ્યો છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK