કપિલ શર્માએ કહ્યું, આ સ્ટાર્સના કારણે બન્યો કોમેડી સ્ટાર

Published: 8th May, 2019 12:02 IST

કોમેડી સ્ટાર કપિલ શર્મા તેના શૉ ધ કપિલ શર્મા શૉના કારણે ફેમસ થયો છે અને દર્શકો પણ તેને ઘણો પસંદ કરી રહ્યાં છે. જો કે કપિલ શર્મા તેમના ફેમસ થવા પાછળનો શ્રેય બોલીવૂડના હી-મેનને આપે છે.

ધ કપિલ શર્મા  શૉના સેટ પર કપિલ-ધર્મેન્દ્ર
ધ કપિલ શર્મા શૉના સેટ પર કપિલ-ધર્મેન્દ્ર

કોમેડી સ્ટાર કપિલ શર્મા તેના શૉ ધ કપિલ શર્મા શૉના કારણે ફેમસ થયો છે અને દર્શકો પણ તેને ઘણો પસંદ કરી રહ્યાં છે. જો કે કપિલ શર્મા તેમના ફેમસ થવા પાછળનો શ્રેય બોલીવૂડના હી-મેનને આપે છે. કપિલ શર્મા ધર્મેન્દ્રના વખાણ કરતા થાકતો નથી. કપિલ શર્માએ કહ્યું હતું કે, જ્યારે શૉની શરુઆત કરવામાં આવી તો કોઈ સ્ટાર શૉમાં આવવા માટે ખાસ રસ ન લેતું પરંતુ ધર્મેન્દ્રના શૉમાં આવ્યા પછી શૉની ટીઆરપી મળી અને ત્યારબાદ બીજા બધા સ્ટાર્સ શૉમાં આવવા લાગ્યા.

ધર્મેન્દ્રના કારણે મળી સ્ટારડમ

કપિલ શર્માએ તેમના કરીઅરની શરુઆત સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે કરી હતી. ધીરે-ધીરે કપિલ શર્મા આગળ વધતો ગયો અને એક પછી એક શૉ તેને મળતા ગયા. પોતાની કોમેડીના કારણે કપિલ શર્માએ લોકોના મનમાં ઘર બનાવી લીધું છે. વર્ષ 2013માં કપિલ શર્માએ પોતાનો કોમેડી ચૅટ શૉની શરુઆત કરી હતી જે લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવ્યો.

આ પણ વાંચો: રાજકુમારીના રોલથી બોલીવૂડમાં એન્ટ્રી કરશે માનુષી છિલ્લર

જણાવી દઈએ કે, છેલ્લા 1 વર્ષથી ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા પછી કપિલ શર્માએ હાલમાં જ તેની નવી લાઈફની શરુઆત કરી છે. કપિલ શર્માએ આ વર્ષે જ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી કપિલ શર્મા શૉ સતત ચર્ચામાં રહ્યો છે. કપિલ શર્મા-સુનીલ ગ્રોવર વચ્ચેના વિવાદ, સિદ્ધુને લઈને થયેલા મામલાને કારણે કપિલ શર્મા શૉની ટીઆરપીમાં સતત બદલાવ આવતો રહ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK