ખુશ ખબર: 'તારક મહેતા..' શૉની શૂટિંગ થઈ શરૂ, હસવા માટે થઈ જાઓ તૈયાર

Published: Jul 11, 2020, 18:38 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

લૉકડાઉન બાદ હવે ઘણા ટેલિવિઝન શૉઝની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. સાથે જે સૌનો કૉમેડી અને દર્શકોનો લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ શરૂ થઈ ગઈ છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'

લૉકડાઉન બાદ હવે ઘણા ટેલિવિઝન શૉઝની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. સાથે જે સૌનો કૉમેડી અને દર્શકોનો લોકપ્રિય શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. શૉના નિર્દેશક માલવ રાજદાએ સેટની કેટલીક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે, જેમાં સેટ પર બધા લોકો કોરોના વાઈરસથી બચવા માટે ઘણી સાવચેતી રાખી રહ્યા છે.

માલવ રાજદાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પરથી કેટલાક ફોટોઝ શૅર કર્યા છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે, રોલ, રોલિંગ, એક્શન, 115 દિવસ બાદ એકવાર ફરીથી શૂટિંગ શરૂ થઈ ગઈ છે. કામ શરૂ કરીને ઘણું સારૂ લાગી રહ્યું છે. એકવાર ફરીથી હસવા માટે તૈયાર થઈ જજો.

 
 
 
View this post on Instagram

ITS THE FINAL COUNTDOWN.....with my dop here n bhailu doing mock make up....COMING SOON NOW....VERY VERY SOON....STAY TUNED

A post shared by Malav Rajda (@malavrajda) onJul 8, 2020 at 6:37pm PDT

માલવ રાજદાની પત્ની પ્રિયા અહુજા જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં રીટા રિપોર્ટરનો રોલ ભજવે છે એમણે કમેન્ટ કરતા લખ્યું, લવ યૂ મલૂડી, તમારા માટે ઘણી ખુશ છુ, પ્લીઝ ધ્યાન રાખો અને સુરક્ષિત રહો.

 
 
 
View this post on Instagram

JUST A VISIT TO THE SETS... Friends shooting has not started yet...BUT HOPEFULLY IT WILL SOON....no dates decided yet...

A post shared by Malav Rajda (@malavrajda) onJun 28, 2020 at 5:56pm PDT

શૉ વિશે વાત કરતા આપને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને દર્શકોનો સતત પ્રેમ મળી રહ્યો છે. આ શૉ 11 વર્ષથી વધુ સમયથી લોકોને સતત હસાવતો રહ્યો છે અને મનોરંજન કરતો રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK