લૉકડાઉનમાં કૉમેડી સૌથી આગળઃ સોની સબ બની નંબર-વન ચૅનલ

Published: Mar 31, 2020, 18:24 IST | Gujarati Mid-day Correspondent | Rajkot

નવા એપિસોડ માત્ર રિયલિટી શોમાં હોવાથી ખતરોં કે ખિલાડી બન્યું નંબર-વન

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ

કોરોનાને કારણે દેશભરમાં લૉકડાઉનની સિચુએશન છે એવા સમયે બધા કૉમેડી તરફ વળ્યા હોય એવું લાગે છે. લાંબા સમય પછી કૉમેડી શો આપતી ચૅનલ સોની સબ બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલના રેટિંગમાં નંબર-વનના સ્થાને આવી છે તો સામા પક્ષે નવા એપિસોડ આપતો રિયલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ પણ નંબર-વન રહ્યો હતો, જ્યારે બીજા નંબરે સોની ટીવીનો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ અને ત્રીજા નંબરે સોનીનો જ કૉમેડી શો ‘કપિલ શર્મા શો’ રહ્યો હતો.

રૂરલ એરિયાની વાત કરીએ તો આ એરિયામાં આ વીકના પણ દંગલ ચૅનલનો દબદબો રહ્યો હતો. શોની વાત કરીએ તો દંગલ ચૅનલના ચાર શો રૂરલ ઑડિયન્સે એકથી પાંચ નંબર વચ્ચે રાખ્યા હતા.

ઑનલાઇન પ્લૅટફૉર્મ અને યુટ્યુબ પર પણ ગયા વીક દરમ્યાન સૌથી વધારે જોવાયેલો શો જો કોઈ હોય તો એમાં પણ કૉમેડી જ પહેલા નંબરે રહ્યા હતા અને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘કપિલ શર્મા શો’ મૅક્સિમમ જોવાયા હતા

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK