Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શું ખરેખર 'બિગ-બૉસ 14'માં સુનીલ ગ્રોવર સ્પર્ધક તરીકે જોવા મળશે?

શું ખરેખર 'બિગ-બૉસ 14'માં સુનીલ ગ્રોવર સ્પર્ધક તરીકે જોવા મળશે?

15 August, 2020 11:38 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શું ખરેખર 'બિગ-બૉસ 14'માં સુનીલ ગ્રોવર સ્પર્ધક તરીકે જોવા મળશે?

સુનીલ ગ્રોવર અને સલમાન ખાન

સુનીલ ગ્રોવર અને સલમાન ખાન


હાલ કલર્સ ટીવીનો સૌથી ફૅમસ અને ચર્ચિત શૉ બિગ-બૉસ 14 ચર્ચાનો વિષય બની ગયો છે, શૉની થીમથી લઈને કોણ છે આ શૉના સ્પર્ધક જેવો સવાલ ફૅન્સના મનમાં છે. બહુ જ જલદી આ શૉ શરૂ થવાનો છે. શૉના કન્ટેસ્ટન્ટને લઈને ઘણા નામ સામે આવી ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો મળી રહ્યા હતા કે સુનીલ ગ્રોવર એક સ્પર્ધક તરીકે આ શોમાં ભાગ લેવા જઈ રહ્યો છે, પરંતુ સુનીલે આ સમાચારને ખોટા સાબિત કર્યા છે.

'કોઈમોઇ' ના અહેવાલ મુજબ સુનીલ ગ્રોવરને પૂછવામાં આવ્યું હતું કે શું તે સલમાનના શો બિગ-બૉસ 14 નો ભાગ હશે? તો તેણે કહ્યું, 'અત્યારે બિગ બોસમાં જવાનું કોઈ પ્લાન નથી. સુનિલે કહ્યું, હું મારી પર્સનલ લાઈફમાં બહુ જ કંટાળાજનક છું, તેથી મને નથી લાગતું કે હું બિગ-બૉસના ઘરે કોઈ મસાલો આપી શકીશ. બિગ-બૉસ હાઉસમાં તમારે એવી રીતે રહેવું પડે છે જેવા તમે છો અને હું પોતે એક રસપ્રદ વ્યક્તિ સમજતો નથી.



તમને જણાવી દઈએ કે સુનીલ ગ્રોવર સલમાન ખાન સાથે ફિલ્મ 'ભારત' માં કામ કરી ચૂક્યો છે. આ સિવાય તે 'બિગ-બૉસ 13' ના કેટલાક એપિસોડમાં મહેમાન તરીકે મનોરંજન માટે પણ આવ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી સલમાન સાથે કામ કરશે, ત્યારે સુનીલ ગ્રોવરે કહ્યું કે અત્યારે કોઈ આયોજન નથી પરંતુ જો કોઈ પ્રોજેક્ટ મળે તો તે ચોક્કસપણે કરશે.


હાલમાં તે તેના નવા કોમેડી શૉ 'ગેંગ્સ ઑફ ફિલ્મિસ્તાન' વિશે ચર્ચામાં છે. સુનીલ ટૂંક સમયમાં આ શૉ માટે શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. શિલ્પા શિંદે, ઉપસના સિંહ અને સુગંધા મિશ્રા પણ આ શૉમાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2020 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK