Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bharti Singh Video: હવે આ વીડિયો પર ટ્રોલ થઈ ભારતી સિંહ, લોકો બોલ્યા...

Bharti Singh Video: હવે આ વીડિયો પર ટ્રોલ થઈ ભારતી સિંહ, લોકો બોલ્યા...

21 December, 2020 12:28 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bharti Singh Video: હવે આ વીડિયો પર ટ્રોલ થઈ ભારતી સિંહ, લોકો બોલ્યા...

ભારતી સિંહ

ભારતી સિંહ


કૉમેડિયન ભારતી સિંહની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી એના બાદ તેને ઘણી ટ્રોલ કરવામાં આવી છે. જેની કૉમેડી પર લોકોનું હસી હસીને પેટ દુખવા લાગી જાય છે, તે આજે ક્યારે પણ સ્પૉટ થઈ જાય છે અને એને ક્યારે પણ ટ્રોલ કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા ભારતી પોતાના પતિ હર્ષ લિમ્બાચિયા સાથે કોરિયોગ્રાફર પુનીત પાઠકના લગ્નમાં પહોંચી હતી. પુનીતના લગ્નમાં બન્ને મસ્તી કરતા જોવા મળ્યા હતા. ભારતીના કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જેના બાદ એને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. હવે ભારતીનો હજી એક વીડિયો સામે આવ્યો છે, જેના લીધે ફરીથી ટ્રોલ થઈ રહી છે.

bharti-01



bharti-02


લેટેસ્ટ વાઈરલ વીડિયોમાં ભારતી ક્યાંક રસ્તામાં પોતાની ગાડીમાં બેઠી છે. એ દરમિયાન તે પોતાના હાથને સેનિટાઈઝરથી સાફ કરી રહી છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ભારતી પાપારાઝી સાથે વાત કરતી વખતે પોતાના હાથને સેનિટાઈઝરથી સાફ કરી રહી છે, ત્યાર બાદ તે સેનિટાઈઝરનો ઉપયોગ કેવી રીતે થાય છે તે પણ સમજાવી રહી છે. આ વીડિયોમાં ભારતી હંમેશાની જેમ હસતી જોવા મળી રહી છે. કૉમેડિયનના આ વીડિયો પર કમેન્ટ કરીને લોકો તેને ઘણી ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક ગાંજાના ઉપયોગને લઈને એની મજાક પણ ઉડાવી રહ્યા છે, તો કેટલાક તેમને નશેડી કહીને બોલાવી રહ્યા છે. તમે પણ જુઓ વીડિયો..

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)


વીડિયોમાં ભારતીએ એમ પણ કહ્યું કે બિગ-બૉસ 14માં કેટલાક સ્પર્ધકોનો સપોર્ટ કરે છે. પાપારાઝીના એક સવાલનો જવાબ આપતા ભારતી સિંહે કહ્યું અલી ગોની, જાસ્મિન ભસીન અને રાખી સાવંતને સપોર્ટ કરું છું, તેઓ ત્રણેય મારા મિત્ર છે. બાકી કોઈને હું ઓળખતી નથી. જણાવી દઈએ કે ભારતી અને પતિ હર્ષની એનસીબીએ 21 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પીટીઆઈના રિપોર્ટ અનુસાર દરોડામાં એના ઘરેથી એનસીબીને 86.50 ગ્રામ ડ્રગ્સ મળ્યું હતું. બાદ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી બન્નેને 15000 હજાર રૂપિયા આપીને મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી જામીન મળી ગઈ હતી

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2020 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK