Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયાના આ ગુજરાતી ડાયરેક્ટરની નવી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે

ઑસ્ટ્રેલિયાના આ ગુજરાતી ડાયરેક્ટરની નવી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે

22 September, 2020 03:42 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઑસ્ટ્રેલિયાના આ ગુજરાતી ડાયરેક્ટરની નવી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે

તસવીર સૌજન્યઃ યુટ્યુબ

તસવીર સૌજન્યઃ યુટ્યુબ


ઑસ્ટ્રેલિયાના મેલબર્નના રહેવાસી ગિરીશ મકવાણાએ લખેલી અને ડાયરેક્ટર કરેલી ફિલ્મ ‘કલર્સ ઓફ ડાર્કનેસ’ બધાને ખબર છે. આ ફિલ્મમાં વર્ષ 2009માં મેલબર્નમાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર થયેલા હૂમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં ભારત અને ઑસ્ટ્રેલિયામાં થતા જાતિવાદ, ભેદભાવ અને હિંસાનો સમાવેશ છે. આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે.



હવે ગિરીશભાઈ એક નવી ફિલ્મ 'સાધુ' ઉપર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં વિશ્વના શ્રેષ્ઠ એક્ટર્સનો સમાવેશ છે. આ ફિલ્મમાં એક મહિલા જીવનની એકલતાને દૂર કરવા વિદેશ પ્રવાસ કરે છે, પણ ટુરિસ્ટ તરીકે નહીં પણ ટ્રાવેલર તરીકે આવે છે. ટુરિસ્ટ ફક્ત સાઈટસીન કે હરવાફરવા માટે આવતા હોય છે જ્યારે ટ્રાવેલર તેને કહેવામાં આવે જે સ્થાનિક લોકો સાથે વાર્તાલાપ કરે અને તેમને જાણવાની કોશિશ કરે, એમ ગિરીશ મકવાણાએ કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2020 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK