'સાવજ - એક પ્રેમ ગર્જના'માં આવશે ટ્વિસ્ટ, થશે આ એક્ટ્રેસની એન્ટ્રી

Published: 3rd July, 2019 11:22 IST | અમદાવાદ

કલર્સ ગુજરાતીની લોકપ્રિય સિરીયલ સાવજ એક ગર્જનામાં ફરીવાર ટ્વિસ્ટ આવવા જઈ રહ્યું છે. આ વખતે સાવજ એક પ્રેમ ગર્જનમાં નવા પાત્રની એન્ટ્રી થઈ રહી છે.

મોડેલ અને એક્ટ્રેસ ધારા જાની
મોડેલ અને એક્ટ્રેસ ધારા જાની

કલર્સ ગુજરાતીની લોકપ્રિય સિરીયલ સાવજ એક ગર્જનામાં ફરીવાર ટ્વિસ્ટ આવવા જઈ રહ્યું છે. આ વખતે સાવજ એક પ્રેમ ગર્જનમાં નવા પાત્રની એન્ટ્રી થઈ રહી છે. આ પાત્રની એન્ટ્રી બાદ સિરીયલ વધુ રસપ્રદ બનવાની છે. જાણીતી મોડેલ અને એક્ટ્રેસ ધારા જાની હવે સાવજમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. ધારા જાની સાવજમાં મુંજવા ફેમિલીના સભ્ય તરીકેના પાત્રમાં જ એન્ટ્રી કરશે. સિરીયલમાં તેમના પાત્રનું નામ ઉત્તરા છે.આ વાતની માહિતી ખુદ ધારા જાનીએ પોતાના ફેસબુક પર પોસ્ટ કરીને આપી છે.

મળતી માહિતી પ્રમાણે ધારા જાની સાવજ એક પ્રેમ ગર્જનામાં નેગેટિવ રોલમાં એન્ટ્રી કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ આ પાત્ર તમને સિરીયલમાં જોવા મળશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ધારા જાની ઉત્તરાના પાત્રમાં દેખાશે, જે મુંજવા પરિવાર સામે બદલો લેવા માટે આવી છે. ઉત્તરાનું પાત્ર પોતાના પરિવારનો અધિકાર માગવા માટે ગમે હદ સુધી જઈ શકે છે. આ કેરેક્ટરની એન્ટ્રી બાદ સિરીલયમાં બીજા ટ્વિસ્ટ આવે તેવી પણ શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ધારા જાની જાણીતા એક્ટ્રેસ અને મોડેલ છે. તે ઈટીવીની લોકપ્રિય સિરીયલ મોટી બા, ડીડી ગુજરાતીની સિરીયલ પ્રેમના પારખા, સ્વપ્ન આકાશ, કલર્સ ગુજરાતીની સિરીયલ પ્રીત પિયુ અને પન્નાબેન, અને છૂટાછેડામાં પણ દેખાઈ ચૂક્યા છે. ધારા જાની પ્રીત પિયુ અને પન્નાબેનમાં પણ નેગેટિવ પાત્ર ભજવી ચૂક્યા છે. ત્યારે આ વખતે સાવજમાં ફરીવાર તે નેગેટિવ શેડ ધરાવતા પાત્રમાં દેખાશે.

ઉલ્લેખનીય છે કે સાવજ એક પ્રેમ ગર્જના એ કચ્છના બેક ડ્રોપ પર આધારિત સિરીયલ છે. જેમાં કચ્છના શિવિનધામ ગામની વાર્તા છે, અને વાર્તા સરપંચના પરિવારની આસપાસ ફરે છે. સિરીયલમાં લવ સ્ટોરીની સાથે સાથે ફેમિલી ડ્રામા સહિતની તમામ ઈમોશન્સને આવરી લેવાઈ છે.

આ પણ વાંચોઃ ધારા જાનીઃઆ ગુજરાતી મોડેલનો બ્યુટીફુલ અને બોલ્ડ અંદાજ જોઈને થઈ જશો ફૅન

સિરીયલમાં મહેક ભટ્ટ અને સની પંચોલી લીડ રોલમાં છે. મહેક ભટ્ટ તોરલ મુંજવા અને સની પંચોલી અજય મુંજવાનું પાત્ર ભજવી રહ્યા છે. સની પંચોલી ગુજરાતી ફિલ્મ I M A GUJJUમા પણ લીડ રોલમાં દેખાઈ ચૂક્યા છે. તો સિરીયલમાં નાદિયા હિમાની - મોંઘી મુંજવા, દ્રષ્ટિ પંડ્યા - શિલ્પા મુંજવા, પ્રિયાંક ગજ્જર - હિતેષ મુંજવા અને કુશલ શાહ - રસિકનું પાત્ર ભજવી રહ્યા છે. કબીર પ્રોડક્શનની સિરીયલ સાવજ એક પ્રેમ ગર્જનનાને અઝીઝ ખાન ડિરેક્ટ કરી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK