‘ક્લાસ ઑફ 2020’ની લોકપ્રિયતા જોઈને એકતા કપૂરે બીજી ચાર સીઝનની જાહેરાત કરી નાખી!

Published: 6th March, 2020 12:00 IST | Parth Dave | Ahmedabad

Alt બાલાજીની વેબ-સિરીઝ ‘ક્લાસ ઑફ ૨૦૨૦’ની ફૅન-ફૉલોઇંગમાં અતિશય વધારો જોઈને એકતા કપૂરે શોની આગામી ચાર સીઝનની જાહેરાત કરી નાખી છે.

એકતા કપૂર
એકતા કપૂર

Alt બાલાજીની વેબ-સિરીઝ ‘ક્લાસ ઑફ ૨૦૨૦’ની ફૅન-ફૉલોઇંગમાં અતિશય વધારો જોઈને એકતા કપૂરે શોની આગામી ચાર સીઝનની જાહેરાત કરી નાખી છે.

‘ક્લાસ ઑફ ૨૦૨૦’ રોમૅન્ટિક ટીન-એજ ડ્રામા છે જેમાં રોહન મહેરા, ચેતના પાંડે, સુશાંત તનવર, ઈશા ચાવલા, રુશદ રાણા, પલ્લવી મુખરજી સહિતના કલાકારો છે. આ વેબ-સિરીઝમાં મૉડર્ન ટીનેજર્સની લાઇફ દર્શાવવામાં આવી છે અને ડ્રગ્સ, સેક્સ, પિયર પ્રેશર વગેરે બાબતો વણી લેવામાં આવી છે. તાજેતરમાં ‘કિતની મોહબ્બત હૈ’ ફેમ કરણ કુન્દ્રા પણ આ શો સાથે
જોડાયો છે.

આ સિરીઝ હજી તો ફેબ્રુઆરી ૨૦૨૦માં રિલીઝ થઈ છે, પણ બહુ ઓછા સમયમાં એને લોકપ્રિયતા મળી ગઈ છે. આ શોનો ક્રીએટર ‘બિગ બૉસ’ ફેમ વિકાસ ગુપ્તા છે જેણે ૨૦૧૭માં ‘ક્લાસ ઑફ ૨૦૧૭’ બનાવી હતી અને હવે ૨૦૨૦માં પણ આ ક્લાસ શરૂ કર્યો છે. વિકાસ ગુપ્તા એકતા કપૂરની અનેક જાણીતી ટીવી-સિરિયલોમાં ક્રીએટીવ હેડ તરીકે કામ કરી ચૂક્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK