Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિનેમાના માલિકો તેમનાં નવાં થિયેટરમાં લાલ સિંહ ચઢ્ઢા પ્રથમ રિલીઝ કરશે

સિનેમાના માલિકો તેમનાં નવાં થિયેટરમાં લાલ સિંહ ચઢ્ઢા પ્રથમ રિલીઝ કરશે

20 March, 2020 02:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિનેમાના માલિકો તેમનાં નવાં થિયેટરમાં લાલ સિંહ ચઢ્ઢા પ્રથમ રિલીઝ કરશે

લાલ સિંહ ચઢ્ઢા

લાલ સિંહ ચઢ્ઢા


આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થાય એની સાથે જ નવાં થિયેટર્સ પણ શરૂ કરવામાં આવશે. આમિરની ફૅન ફૉલોઇંગ અને તેની ફિલ્મોના ક્રેઝને જોતાં સિનેમાના માલિકો એનો લાભ લેવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે તેમનાં નવાં થિયેટર્સમાં સૌથી પહેલી આ ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આમિરની સાથે જ કરીના કપૂર ખાન પણ જોવા મળશે. આમિરની ફિલ્મો બૉક્સ-ઑફિસ પર શાનદાર કલેક્શન કરે છે. તેની પૉપ્યુલરિટીને એનકૅશ કરવાની પૂરી યોજના ઘડી કાઢવામાં આવી છે. સિનેમાની ચૅઇન ધરાવતી કંપનીઓએ નવા-નવા સિનેમા શરૂ કરવાની તૈયારી કરી રાખી છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ તેના ફૅન્સમાં ગજબનો ઉત્સાહ છે. આ ઉત્સાહ એટલા માટે પણ છે, કારણ કે એ હૉલીવુડના ઍક્ટર ટૉમ હૅન્ક્સની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK