Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: બોલીવુડનો આ કોમેડી કિંગ બનશે બિગ બોસનો મહેમાન

Bigg Boss 13: બોલીવુડનો આ કોમેડી કિંગ બનશે બિગ બોસનો મહેમાન

16 July, 2019 07:18 PM IST |

Bigg Boss 13: બોલીવુડનો આ કોમેડી કિંગ બનશે બિગ બોસનો મહેમાન

Bigg Boss 13: બોલીવુડનો આ કોમેડી કિંગ બનશે બિગ બોસનો મહેમાન


ફેમસ રિયાલિટી શૉ બિગ બોસની 13મી સીઝનની દર્શકો આતુરતા રાહ જોઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે 29 ડિસેમ્બરથી બિગ બોસ 13નો શૉ ટેલિકાસ્ટ કરવામાં આવશે. તારીખ જાહેર થતાની સાથે જ કેટલાક લોકોના નામ સામે આવી રહ્યાં છે. જે આ વર્ષે શૉના કન્ટેસ્ટંટ બનવા જઈ રહ્યાં છે. હાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બોલીવુડના સ્ટાર કોમેડિયન આ વખતે બિગ બોસના મહેમાન બની શકે છે.



પહેલા એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર દાવો કરવામાં આવ્યો હતો કે, પોતાની કોમેડી અને અનોખી સ્ટાઈલથી લાખો લોકોને હસાવનાર ચંકી પાન્ડે આ વખતે બિગ બોસ 13ના સદસ્ય બની શકે છે. હવે બિગ બોસ 13ના મેકર્સે ચંકી પાન્ડેને કન્ફર્મ કર્યા છે. આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, મેકર્સ દ્વારા એક્ટ્રેસ રશ્મિ દેસાઈ અને ટીના દત્તાને અપ્રોચ કરવામાં આવ્યો હતો. રશ્મિ દેસાઈએ આ વિશે હાલ કોઈ જવાબ આપ્યો નથી પરંતુ ટીનાનું કહેવું છે કે, મેકર્સે તેમને અપ્રોચ કર્યા હતા પરંતુ અમુક કારણોસર ટીનાએ મેકર્સને ના કહી છે.


આ પણ વાંચો: મુંબઈ નજીકની જગ્યાઓ જે રોમાંચ, રોમાન્સ અને એડવેન્ચર માટે છે પરફેક્ટ

બિગ બોસ પ્રત્યેક સીઝનમાં દર્શકોના મનોરંજન માટે અલગ અલગ થીમ લઈને આવે છે. સીઝન 12માં થીમ સિંગલ vs જોડી રાખવામાં આવી હતી જ્યારે સીઝન 10માં સેલિબ્રિટીઝ Vs સામાન્ય લોકો રાખવામાં આવી હતી જેના વિજેતા મનવીર ગુજ્જર બન્યા હતા. મનવીર ગુજ્જર એક સામાન્ય વ્યક્તિ છે જેમણે બિગ બોસનું ટાઈટલ પોતાના નામે કર્યું હતું. સીઝન 13માં થીમ બદલવામાં આવી છે અને આ વખતે સામાન્ય લોકોને કન્ટેસ્ન્ટ તરીકે રાખવામાં આવ્યા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીઝન 13 હોરર થીમ પર બનાવવામાં આવી રહી છે


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2019 07:18 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK