Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચંકી પાન્ડે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિકુન ટાક દ્વારા એન્ટ્રી કરશે

ચંકી પાન્ડે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિકુન ટાક દ્વારા એન્ટ્રી કરશે

29 December, 2019 01:04 PM IST | Mumbai

ચંકી પાન્ડે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિકુન ટાક દ્વારા એન્ટ્રી કરશે

ચંકી પાન્ડે

ચંકી પાન્ડે


ચંકી પાન્ડે જલદી જ મરાઠી ફિલ્મ ‘વિકુન ટાક’માં જોવા મળવાનો છે. ૨૦૨૦ની ૩૧મી જાન્યુઆરીએ આ કૉમેડી ફિલ્મ રિલીઝ થવાની છે. ‘બાલક-પાલક’ અને ‘યલો’નાં પ્રોડ્યુસર ઉત્તુંગ ઠાકુરે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.

vikun-taak



મરાઠી ફિલ્મમાં કામ કરવાની તક મળતાં ચંકી પાન્ડેએ કહ્યું હતું કે ‘મરાઠી ફિલ્મમાં કામ કરવુ અને સોશ્યલ કૉમેડી પ્રકારની ફિલ્મો કરવાની મારી હંમેશાંથી ઇચ્છા હતી. મરાઠી હ્યુમરની સરખામણીએ કોઈ ના આવી શકે. આ ભાષા મને ખૂબ પસંદ છે. મુંબઈમાં મારો જન્મ થયો હોવાથી મરાઠી બોલવુ મારા માટે કોઈ મોટી વાત નથી કારણ કે હિન્દી મારી મધર ટંગ છે તો મરાઠી મારી ફાધર ટંગ છે.’


આ પણ વાંચો : 2020ને વેલકમ કરવા માટે ઉત્સાહી છે પ્રિયંકા અને નિક

ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ચંકી પાન્ડેએ કૅપ્શન આપી હતી કે ‘મામા મિયાથી વલા વલા. મારી પહેલી મરાઠી ફિલ્મ ‘વિકુન ટાક’ છે. ફૂલ ઑન મનોરંજનનાં ગામમાં જઈને આપણે આનંદ લુંટીએ. ચંકી પાન્ડે આવે છે મરાઠી ફિલ્મ ‘વિકુન ટાક’માં.’


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2019 01:04 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK