ઈરાકમાં યુદ્ધ વચ્ચે ૬ વર્ષનો ચિન્ટુ ઊજવી શક્શે પોતાનો બર્થ-ડે?

Published: May 29, 2020, 19:23 IST | Nirali Dave | Mumbai

‘ચિન્ટુ કા બર્થ-ડે’ નામની રસપ્રદ વિષય ધરાવતી ફિલ્મ ઝીફાઇવ પર પાંચમી જૂને થશે રિલીઝ

ઓરિજિનલ કન્ટેન્ટનું હબ બનેલું ઓટીટી પ્લૅટફૉર્મ ઝીફાઇવ નવી સિરીઝ અને ફિલ્મોને લઈને સતત ધમધમતું રહે છે. હાલમાં આ સ્ટ્રીમિંગ સર્વિસ ‘બમફાડ’, ‘ધૂમકેતુ’ અને ‘અતીત’ની રિલીઝ ઉપરાંત ફિલ્મ-ફેસ્ટિવલને કારણે પણ ચર્ચામાં છે. પાંચમી જૂને ઝીફાઇવ ‘ચિન્ટુ કા બર્થ-ડે’ નામની ઓરિજિનલ ફૅમિલી એન્ટરટેઇનર ફિલ્મ રિલીઝ કરવાનું છે. આ ફિલ્મમાં ઈરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ હુસેનની પડતી દરમ્યાન ઇરાકમાં ફસાઈ ગયેલા એક મધ્યમવર્ગીય પરિવારની વાત છે જે બધું ઠીક થઈ જશે એવી આશા રાખીને બેઠું હોય છે. એક બાજુ યુદ્ધ ફાટી નીકળ્યું હોય છે અને બીજી બાજુ ચિન્ટુ નામનો ૬ વર્ષનો બાળક પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કરવાની નાનકડી ઇચ્છા ધરાવે છે.

અવૉર્ડ-વિનિંગ ફિલ્મમેકર સત્યાંશુ અને દેવાંશુ સિંહે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે અને એમાં વિનય પાઠક, તિલોતમા શોમે જેવા કલાકારો છે. ‘ચિન્ટુ કા બર્થ-ડે’ ૨૦૧૯માં જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન ૧૮ જેટલાં શહેરોમાં રજૂ કરવામાં આવી હતી અને દર્શકોએ પણ એને ભરપૂર વખાણી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK