બિગબૉસ 13માં મળવા આવેલા બાળકોએ રશ્મિને આપી આ સલાહ
‘બિગ બૉસ ૧૩’માં રશ્મિ દેસાઈનાં નીસ અને નેવ્યુ સ્વસ્તિક અને ભાવ્યાએ આવીને તેને સિદ્ધાર્થ શુક્લા સાથે કડવાશ દૂર કરીને તેની સાથે ફ્રેન્ડશિપ કાયમ કરવાની સલાહ આપી હતી. આ શોમાં હાલમાં ફૅમિલી રાઉન્ડ ચાલી રહ્યો છે. એના બીજા દિવસે દરવાજો ખૂલતાં જ આ બન્ને બાળકોને જોઈને રશ્મિની ખુશીની કોઈ સીમા ન રહી. તેમને ગળે વળગાડીને તે ખૂબ જ લાગણીવશ પણ થઈ હતી. આ બાળકોએ રશ્મિને હંમેશાં હસતો ચહેરો રાખવા કહ્યું હતું. સાથે જ સિદ્ધાર્થ સાથે ફ્રેન્ડશિપ જાળવી રાખવાની સાથે કહ્યું હતું કે તેની સાથેની મિત્રતા ઘણી ઉપયોગી થવાની છે. બાળકો રશ્મિ અને સિદ્ધાર્થને હાથ મિલાવવા કહે છે. જોકે તેમને વાત જામી હોય એવું લાગતું નથી એટલે તેમને ગળે મળવાનું કહે છે. હવે સમય જ જણાવશે કે રશ્મિ અને સિદ્ધાર્થ ફ્રેન્ડ્સ બન્યાં રહે છે કે નહીં.