ના, ના, આ તમે નથી

Published: May 19, 2020, 20:39 IST | Agencies | Rajkot

‘ઉત્તર રામાયણ’ અને ‘શ્રી ‍કૃષ્ણા’માં પપ્પા છે એ વાત માનવા સ્વપ્નિલ જોશીનાં બાળકો તૈયાર નથી

સ્વપ્નિલ જોશી
સ્વપ્નિલ જોશી

મરાઠી ફિલ્મોનો સુપરસ્ટાર અને અનેક હિન્દી-મરાઠી સિરિયલોમાં ઍક્ટિંગ કરી ચૂકેલો સ્વપ્નિલ જોશી અત્યારે ખુશીની સાથોસાથ મનમાં એક વિચિત્ર મૂંઝવણ પણ અનુભવે છે. સ્વપ્નિલ જોશી માટે ખુશીની વાત એ છે કે તેણે જે સિરિયલોથી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરીઅરની શરૂઆત કરી હતી એ બન્ને સિરિયલ ‘ઉત્તર રામાયણ’ અને ‘શ્રી કૃષ્ણા’ અત્યારે રીટેલિકાસ્ટ થઈ રહી છે અને તેને પોતાનાં બાળકો સાથે આ સિરિયલ જોવાની તક મળી છે, પણ આ ખુશીની સાથોસાથ મૂંઝવણની વાત એ છે કે પપ્પાના આ બાળસ્વરૂપને સ્વીકારવા તેનાં બાળકો જ તૈયાર નથી. સ્વપ્નિલ કહે છે, ‘એ લોકોને વિશ્વાસ નથી આવતો કે આ બન્ને સિરિયલમાં હું છું અને એ લોકો મને જુએ છે. ભરોસો દેવડાવવા માટે મેં તેમને મારા જૂના ફોટો પણ દેખાડ્યા. તેમને બધું સમજાય છે, પણ તેમનું મન આ વાત માનવા જ તૈયાર નથી.’

સ્વપ્નિલનું માનવું છે કે મગજ ઠંડું રાખીને ઘરમાં બેસી રહેવું એ જ લૉકડાઉનનો એકમાત્ર ઉપાય છે.

આ કામ માત્ર અને માત્ર ‘ઉત્તર રામાયણ’ અને ‘શ્રી ‍કૃષ્ણા’થી જ થઈ શકે. હું બધાને કહીશ કે કશું કરવાની જરૂર નથી. ઘરમાં રહો અને આ સિરિયલ માણતાં તમારા એ જૂના દિવસોને યાદ કરો. હું પણ એ જ કરું છું. - સ્વપ્નિલ જોશી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK